હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી: જાણો આ તારીખથી ગુજરાતને ધમરોળશે વરસાદ

790
Published on: 11:38 am, Tue, 6 July 21

ગુજરાતમાં 5-6 દિવસથી વરસાદ આવતો જ અંધ થઈ ગયો છે. પરંતુ નક્ષત્રની ચાલના બદલાવથી વરસાદને લઈને હવામાન શાસ્ત્રીએ કરી છે મોટી આગાહી. વરસાદ ખેંચાતા ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયાં છે, જ્યાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ છે. આથી વરસાદ અંગે જોઈએ તો આવું ઘણી વખત બને છે.

હાલમાં ગરમી પડી રહી છે. 5 જુલાઈથી હવામાનમાં પલટો આવ્યો છે. છઠ્ઠી જુલાઈએ સૂર્ય પૂનવર્સુ નક્ષત્રમાં આવતા વરસાદના સંજોગો ઉજળા બનશે અને વરસાદ આવશે. 8 જુલાઈ સુધીમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે.

હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.  9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 1

3 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વરસાદ પાસોતર પણ થાય. પાસોતર વરસાદથી રવિપાકો સારા થવાની શક્યતો રહે. 18 નવેમ્બર બાદ દરિયામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ છે.

જેથી આ વખતે ગુજરાતમાં ઠંડીની શરૂઆત વહેલી થવાની શક્યતાઓ છે. પાસોતર વરસાદ અંગે જોઈએ તો 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…