ગુજરાતમાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી: અગામી આ તારીખથી ‘ગુજરાતને ધમરોળશે વરસાદ’

403
Published on: 9:41 am, Fri, 9 July 21

ગુજરાતમાં વરસાદે લાંબા સમયનો વિરામ લીધો છે આ વચ્ચે ઘણાં ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાય ગયા છે, તેઓ વરસાદ આવે તેની રાહ જોઈણે બેઠાં છે, આ વચ્ચે વરસાદના સારા સમાચાર સામે આવ્યા છે, હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલ વિગતો પ્રમાણે આગામી બે દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

આ સિવાય રવિવારે દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવો છુટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે.

જેથી ત્રણ દિવસ બાદ એટલે કે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. જ્યારે તારીખ 11 જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે, આ વર્ષે શરૂઆતમાં જ વરસાદ ખેંચાયો છે. આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોટાપાયે ચોમાસાના પાકનું વાવેતર થયું છે. જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. 9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…