હવામાન વિભાગે સાંબેલાધાર વરસાદની કરી આગાહી: ગુજરાતના આ શહેરોમાં કરવામાં આવ્યું છે રેડ એલર્ટ જાહેર

407
Published on: 11:00 am, Sat, 24 July 21

રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 23થી 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય-ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની વકી દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ પડી રહ્યો છે.

આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જામનગર, મોરબી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં તો રવિવારના રોજ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,

કારણ કે આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે. ત્યારે અમદાવાદમાં પણ રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

23 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 24 સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકાને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…