હવામાન વિભાગે કરી મોટી આગાહી: આવનારા દિવસોમાં 40થી 50 કિમીની ઝડપ સાથે આવશે ભારેથી અતિભારે વરસાદ

1072
Published on: 2:55 pm, Fri, 17 September 21

ગુજરાત રાજયમાં હાલ ખુબ જ વરસાદ પડી રહ્યો છે. હવે ફરી 20મી સપ્ટેમ્બર બાદ સુરત, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં આજથી ત્રણ દિવસ હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી હતી.

ગુરુવારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. આખા દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હવે ફરીથી 20મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુરુવારે ફક્ત સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા પંદર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અવિરત વરસાદ પડતાં તળાવ, નદી, ડેમ ભરાઇ જવા પામ્યા છે. ખેડૂતોને પણ પૂરતું પાણી મળી જતાં ડાંગર, શેરડીના પાકને નવજીવન મળી ગયું છે. લાંબા સમય બાદ વરસાદે વિરામ લીધો હતો.

ખાસ કરીને વલસાડમાં ગુરુવારે આખા દિવસમાં માત્ર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદે વિરામે લીધો હતો. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ, ઉમરપાડામાં અડધો ઈંચ અને સુરત શહેરમાં 8 મી.મી. વરસાદ પડયો હતો.

હવે આગામી 19મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી અતિ હળવા વરસાદની આગાહી છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી ગઇ છે. ચાલુ સિઝનમાં ડેમ 341.39 ફૂટની સપાટીને અડી જતાં તંત્રે ડેમની 340 ફૂટની જાળવી રાખવા આવક સામે જાવક વધારી દીધી હતી. બે દિવસ સુધી 98 હજાર ક્યુસેક પાણી છોડી સપાટી દોઢ ફૂટ નીચે લઇ આવવામાં આવી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…