હવામાન વિભાગે કરી મોટી આગાહી: અગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે વરસાદ

408
Published on: 6:05 am, Sat, 12 June 21

વરસાદ વગર તો માણસો જીવીના શકે. આ વર્ષે વરસાદનું આગમન વહેલા થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.

દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે.

અમદાવાદમાં 15 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ તથા ભાવનગર, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદ વરસી શકે છે. અમરેલી જિલ્લામાં ચોમાસાની શરુઆતના સમયે જ પડી ગયેલા ધોધમાર વરસાદના કારણે 10માંથી 4 ડેમો છલકાઈ ગયા છે અને અન્ય ડેમોમાં પણ નોંધપાત્ર રીતે પાણીની આવક થઈ રહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…