અહિયાં લગ્ન કરવા માટે ખુબસુંદર યુવતીઓ પર લોકો લગાવે છે બોલી- એટલી પડાપડી થાય છે કે…

237
Published on: 11:34 am, Sat, 30 October 21

મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, વિશ્વમાં એક એવો દેશ પણ છે કે, જ્યાં પુત્રીઓને લગ્ન કરવા માટે બજારમાં વેચી દેવામાં આવે છે. આ સાંભળીને ચોંકી ગયા ને! આજે અમે આપને આવા જ એક દેશ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. અહીં બજારમાં લગ્ન કરવા માટે છોકરીઓની બોલી લાગે છે.

ફક્ત એટલું જ નહી પણ તેમના માતા-પિતા જ તેમને બજારમાં લઇ જાય છે. છોકરીઓને તેમના માતા-પિતા દુલ્હનોના માર્કેટમાં લઇને પહોંચે છે. આ બજારમાં દુલ્હનના ખરીદદાર રહેલા હોય છે કે, જે તેમની બોલી લગાવે છે. જે સૌથી વધારે બોલી લગાવે છે માતા-પિતા પોતાની પુત્રીનો સંબંધ તેમની સાથે નક્કી કરી દે છે.

અહીં વર્ષમાં 4 વખત દુલ્હનોનું બજાર લાગે છે. અહીં આવતા વરરાજા પોતાની પસંદની દૂલ્હનની ખરીદી કરીને પોતાની પત્ની બનાવી શકે છે. આ બજારમાં લઇ જનાર છોકરીઓ મોટાભાગે સગીરા હોય છે. આ છોકરીઓની ઉંમર ફક્ત 13 થી લઈને 17 વર્ષની હોય છે.

દુલ્હનોનું બજાર કલાઇદઝી સમુદાય તરફથી લગાવવામાં આવે છે તેમજ આ સમાજના લોકો દુલ્હનની ખરીદી કરે છે. અહીં કોઇ બહારની વ્યક્તિ દુલ્હન ખરીદી ન શકે. આ સમાજમાં અંદાજે 18,000 લોકો છે. એવું કહેવામાં આવે છે કે, આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરા સામે કોઇ સમસ્યા નથી.

કારણ કે, તેમને શરૂઆતથી જ આની માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. જાણકારી પ્રમાણે આ સમુદાયના લોકો પોતાની દીકરીઓનું ભણતર જલદી છોડાવી દેતા હોય છે. એવું કહેવામાં આવે છે કે, દુલ્હનોના બજારમાં આવટી છોકરીને ઘરનું કામ આવડવું જોઇએ તેમજ નાની ઉંમરની હોવી જોઇએ.

બાદમાં સોદાની રકમ નક્કી કરવામાં આવે છે. સાથે જ આ બજારમાં છોકરીઓનો સોદો 400 ડોલર સુધીનો થાય છે. આ બજારમાં પહોંચવા માટે આ છોકરીઓ કેટલાક દિવસો અગાઉથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. મોટાભાગના પૈસા મળવા માટે તેમનું સુંદર દેખાવું ખુબ જરૂરી છે.

આની માટે તેઓ સારા કપડાં તથા મેકઅપ સાથે બજારમાં આવે છે. બજારમાં છોકરીઓ પસંદ આવ્યા પછી છોકરી તેને પત્ની માની લે છે. બાદમાં બંનેના માતા-પિતાને આ લગ્ન કરવા માટે રાજી થવું પડે છે. છોકરા-છોકરી વચ્ચે ઘર પરિવાર તથા આવક પર વાતચીત થાય છે. બાદમાં પરિવારજનો લગ્નની રકમ નક્કી કરે છે તેમજ સંબંધ થઇ જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…