સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે મેઘ તાંડવ: બાર કલાકમાં ખાબક્યો 16 ઇંચ વરસાદ, જાણો ક્યા કેવી ખુવારી સર્જાઈ

497
Published on: 10:58 am, Thu, 30 September 21

રાજકોટ શહેરમાં ગત મધરાતથી સાંજ સુધી અવિરત વરસાદ ચાલુ રહેતા શહેરની હાલત ગંભીર બની જવા પામી હતી. રાજકોટમાં 6 ઈંચ ઉપરાંત જિલ્લામાં પણ થી 6 ઈંચ સુધી વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોંડલમાં 6, લોધિકામાં 6, જામકંડોરણામાં 4, જેતપુર-કોટડાસાંગાણીમાં 4, જસદણ-ધોરાજીમાં 3 ઈંચ વરસાદ પડયો હતો. જયારે ભાદર ડેમમાં વરસાદી પાણીની આવક ચાલુ રહેતા.

આજે 29 દરવાજા ખોલવામાં આવ્યા હતા. રાજકોટમાં ગાજવીજ સાથે 6 ઈંચ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના તોફાની વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. વિસાવદરના રતાંગ અને દાદરમાં 12 થી 16 ઈંચ વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રના ભાદર સહિતના જળાશયો છલકાતા જળ સંકટ દૂર થઈ ગયુ છે, પરંતુ અનરાધાર જળવર્ષાથી પાકને નુકશાનીની ભીત્તિ સેવાઈ રહી છે.

1992થી વધુ વીજ થાંભલા પડી જતા 169 ગામ અંધારામાં ગરકાવ થઈ ગયા છે રાજકોટ, જૂનાગઢ સહિતના શહેરોમાં કાચા-પાકા મકાન પડી જવાના બનાવ બન્યા છે. ભાદર સહિત 44 ડેમ ફરી છલકાતા હેઠળવાસના ગામોને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના 32 હાઈવે બંધ કરવામાં આવતા 58 ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ-ગોંડલ-લોધિકામાં 6, રાજૂલા-જાફરાબાદ-6 અને ગિરનારમાં 10 વિસાવદર 12 ઈંચ વરસાદ પડયો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ રાજુલા અને જાફરાબાદમાં 7 ઈંચ, લીલીયા 6 ઈંચ, બાબરામાં 4 ઈંચ, વડિયા-સાવરકુંડલા 4 ઈંચ, લાઠી-ખાંભા-ધારી 3, અમરેલી-બગસરામાં 5 ઈંચથી માંડીને સચરાચર બેથી 7 ઈંચ સુધી વરસાદ પડયો છે.

જિલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં 12 ઈંચ, ગિરનાર પર 10 ઈંચ, જૂનાગઢ શહેર, માળિયા- માંગરોળ- ભેંસાણમાં 5 ઈંચ, કેશોદમાં 4 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ, માણાવદરમાં બે ઈંચ, વંથલીમાં બે ઈંચ વરસાદ પડી ગયો છે, ભારે વરસાદને પગલે જિલ્લાના 9 ડેમ ઓવરફ્લો થતા તેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જિલ્લામાં આંબાજળ, ધ્રાફ્ડ, ઓઝત શાપુર, ઓઝત-૨, ઓઝત વંથલી, સાબલી, વ્રજમી, બાંટવા ખારો, અમીપુર ડેમ ઓવરફ્લો થયા છે.

જૂનાગઢ શહેરમાં અને ગિરનાર પર ભારે વરસાદથી દામોદર કુંડ ભયજનક સપાટીએ ઓવરફ્લો થયો છે, તેના પાણી સોનરખ નદી અને કાળવો નદીમાં આવતા બને નદીમાં ઘોડાપુર આવ્યા છે, તો વિલિંગડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર છલકાયા છે. ભારે વરસાદથી જૂનાગઢ શહેરના ચિતાખાના ચોકમાં એક બંધ સરકારી કન્યા શાળાનો રોડ સાઈડની દીવાલ ધરાસાઈ થતા નીચે ઉભેલ લારી દબાઈ ગયેલ હતી, સદનશીબેકોઈ જાનહાની થયેલ નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…