કમાણી બાબતે અમેરિકામાં મોટી-મોટી કંપનીઓને પણ ટક્કર આપે છે આ ભારતીય ભાઈ-બહેનની જોડી, જાણો વિગતે…

149
Published on: 3:33 pm, Sat, 16 October 21

હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જે તમામ ભારતીયો માટે એક ગર્વની વાત કહેવાય! ક્રિપ્ટો કરન્સીની હાલમાં ખૂબ વધુ ચલણ થઈ ગયું છે. ક્રિપ્ટો કરન્સીને માઈન કરવું ખૂબ અઘરું કામ છે પણ અમેરિકામાં રહેતા બે ભારતીય બાળકોએ આ ભ્રમને તોડી એક નવી ઓળખ કાયમ કરી બતાવી છે. 14 વર્ષીય ઈશાન ઠક્કર તેમજ તેની 9 વર્ષીય બહેન અનન્યા ઠક્કરે ક્રિપ્ટો કરન્સીની મારફતે લાખો રૂપિયામી કમાણી કરી છે.

રજાઓમાં શરૂ કરી હતી ક્રિપ્ટો માઈનિંગ:
અમેરિકામાં આવેલ ટેક્સાસમાં રહેનાર ઈશાન હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે તેમજ UPNમાં મેડિસિનનો અભ્યાસ કરવા માંગે છે. જ્યારે તેની બહેન અનન્યા પણ ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહી છે કે, જે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છે છે. રજાઓ દરમિયાન જ્યારે બાળક રમવામાં સમય પસાર કરતા હોય ત્યારે આ જ બન્નેએ બિટકોઈન તથા એથેરિયમ જેવી ક્રિપ્ટો કરન્સીની માઈનિંગ કરવાનું શરૂ કર્યું છે.

Youtubeએ સીખી માઈનિંગ: 
ઈશાને પોતાના એલિયનવેર કોમ્પ્યુટરને ગ્રાફિક કાર્ડના ઉપયોગ મારફતે ઈથર માઈનિંગ રિંગમાં બદલી નાખી હતી કે, જેથી ક્રિપ્ટો કરન્સીની હાઈ-ફાઈ સાઈટ્સ ચલાવવામાં તેને કોઈ મુશ્કેલી થતી ન હતી. ઈશાને કહ્યું હતું કે, ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલ જાણકારી તેમણે Youtube તેમજ ઈન્ટરનેટથી શીખી છે.

ખોલી નાખી કંપની: 
ઈશાન તથા અનન્યાએ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેન્ડિંગ કરવા એપ્રિલ વર્ષ 2021માં શરૂ કર્યું હતું. શરૂઆતમાં પહેલીવાર તેમણે 3 ડોલર એટલે કે, અંદાજે 225 રૂપિયા દર મહિને કમાણી કરી છે. બન્ને ભાઈ-બહેન આ બિઝનેસમાં લાગી રહ્યા છે તેમજ માસના અંત સુધીમાં બન્નેએ અંદાજે 1,000 ડોલર કમાણી કરી છે.

ઈશાન તથા અનન્યાએ એપ્રિલ વર્ષ 2021એ પોતાની કંપની ફ્લિફર ટેક્નોલોજીઝને શરૂ કરી હતી. ત્યારપછી બન્ને ભાઈ-બહેનોએ પોતાના બિઝનેસને વધારવા માટે ખુબ મહેનત કરી હતી. સપ્ટેમ્બર માસમાં જાહેર કરાયેલ આંકડાઓ પ્રમાણે બન્ને પાસે હાલમાં 97થી વધુ પ્રોસેસર છે.

જે એમને દર સેકેન્ડ 10 મિલિયનથી વધુ એલ્ગોરિધમ બનાવવામાં મદદરૂપ થાય છે. ક્રિપ્ટો કરન્સી માઈનિંગના બિઝનેસથી તેમની આવક 27 લાખ રૂપિયા મહિનાથી વધુ થવાનું અનુમાન રહેલું છે. ઈશાન તથા અનન્યા આશા કરી રહ્યા છે કે, આ કમાણીથી તેમને પોતાના અભ્યાસમાં ખર્ચ કરવામાં આવતી ફીને જમા કરવામાં મદદરૂપ થશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…