ભાવનગરમાં શિહોર GIDCની રોલિંગ મિલમાં લાગી પ્રચંડ આગ, ઘટના સ્થળે જ 12 કામદારો…

100
Published on: 1:24 pm, Sun, 13 February 22

ભાવનગર જીલ્લાનાં ઘાંઘળી નજીક એક ફેકટરીમાં રાત્રે અચાનક જ ભભૂકી ઉઠી હતી આગ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 જેટલાં શ્રમિકો ફસાયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર બહારથી આવેલા ભંગારને ભઠ્ઠીમાં નાખતા જ અચાનક બ્લાસ્ટ થયો હોવાનું ઘાયલ એક યુવાને જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના ઘાંઘળી ખાતે GIDC નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં 10 થી 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થવા પામ્યા હતાં.તેઓને પ્રાથમિક સારવાર આપીને પ્રથમ સિહોર અને બાદમાં ભાવનગર સિવિલ માં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં 3 મજૂરોની હાલત ગંભીર જોવા મળી હતી. આ રોલિંગ મિલ ઘનઘલી ગામ નજીક આવેલી છે. રામપાલ નામનાં શ્રમિકે જણાવ્યું કે,

“મેં રાત કો સો રહા થા ઉસી સમય એક બડા ધમાકા હુઆ તો મેં ગભરા ગયા ઔર દોડા તો દેખા કી સામને વાલી ફેકટરી મૈં કુછ હાદસા હુઆ હૈ મે તુરત ચીલ્લાકર લોગો કો બુલાને લગા ફેકટરી મે સે સભી લોગોકી ચીલ્લાને કી આવાજ આ રહી થી.” સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 12થી વધુ લોકો ફેકટરીમાં ફસાયા છે.

તેઓને પ્રાથમિક સારવાર આપીને પાંચ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘાયલ શ્રમિકોમાં અમરકુમાર જગદીશરામ (ઉં.વ.30), ઓમપ્રકાશપાલ (ઉં.વ.24), બુદ્ધરાજપાલ (ઉં.વ.28), રમેશ યાદવ (ઉં.વ.28)નો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મિલમાં શનિવારે મોડી રાત્રે 14 થી વધુ મજૂરો કામ કરતા હતાં. ત્યારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 10 મજૂરો દાઝી ગયા હતાં. સિહોર નજીક આવેલી GIDCની રોલિંગ મિલમાં બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…