કોરોના મહામારીમાં છોકરાઓને બનાવી આપો બહાર જેવા જ ઘરે પિઝા ઢોંસા, દાઢમા રહી જશે સ્વાદ

311
Published on: 6:16 am, Mon, 7 June 21

બાળકોને પિઝ્ઝા ખુબ જ પસંદ હોય છે, આ કોરોના કાળમાં બહારનું ખાવા કરતાં ઘરનું ખાવું વધારે સારું રહે છે, તો આજે આ લેખમાં અમે તમને ઢોંસા પીઝા બનાવતાં શીખવીશું. પિઝા ખાસ કરીને બાળકોનો ફેવરિટ હોય છે. પરંતું તે જંક ફુ઼ડ મેદાથી બનેલા હોય છે. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

એવામાં તમે ઘરે બાળકોને ઢોંસા પિઝા બનાવીને ખવડાવી શકો છે. તે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પમ હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ઢોંસા પિઝા

સામગ્રી
1/2 કપ – ખમણેલી ચીઝ, 1 કપ – ડુંગળી, 1 કપ – ટામેટુ, 2 મોટી ચમચી – ગાજર, 1 ચમચી – કેપ્સિકમ, 2 ચમચી – કોર્ન, 2 ચમચી – ચિલી, સોસ 2 કપ – ઇડલી ઢોંસનું ખીરૂ, 1 ચમચી – કાળામરી પાવડર, 2 ચમચી – ટોમેટો સોસ, જરૂરિયાત મુજબ – તેલ, સ્વાદાનુસાર – મીઠુ

બનાવવાની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં દરેક શાકભાજી મિક્સ કરો. હવે તવો ગરમ કરીને તેમા તેલ ઉમેરો અને એક મોટો ચમચી ખીરૂ ઉમેરીને ઢોંસાની જેમ ફેલાઇ દો. તેમા ઉપરથી ટોમેટો કેચઅપ, ચિલી સોસ ફેલાવી દો. તે બાદ શાક, કાળામરી અને સહેજ મીઠું ઉમેરો.

હવે ચીઝ ઉમેરીને તવાની ઉપર ઢાંકણથી ઢાંકી દો. ઢોંસાને ધીમી આંચ પર 1-2 મીનિટ કે ચીઝ પીગળે ત્યાં સુધી રહેવા દો. તૈયાર ઢોંસાને પિઝાની સર્વિંગ પ્લેટમાં નીકાળીને કટ કરી લો. જેને ટોમેટો સોસ જોડે ગરમા ગરમ સર્વ કરો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…