કાજુ કતરી એક એવી મીઠાઈ છે જે નાના-મોટા સહીત બધાને ખુબ જ પસંદ હોય છે, પરંતુ કાજુ કતરી બધા ચાસણી લાવીને અને ગેસ પર ચડાવીને કરે છે. પણ આજે અમે તમને ગેસ અને ચાસણી વગર જ કાજુ કતરી બનાવતા શીખવીશું. આમ તો કાજુ કતરી બનાવવામાં થોડોક સમય લાગે છે તેના માટે ચાસણી બનાવવી પડે છે.
ત્યારબાદ કાજૂ શેકવા પડે છે. તે સિવાય કેટલાક લોકો કાજુ કતરી બજારમાંથી ખરીદેને લાવે છે. પરંતુ કેટલાક દિવસની હોય છે તે આપણાને ખબર હોતી નથી. જેનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે. પરંતુ આજે અમે તદ્દન અલગ રીતે કાજુ કતરી બનાવવાની રેસીપી લઇને આવ્યા છે. જેમા ગેસની પણ જરૂર પડશે નહીં. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી કાજુ કતરી.
સામગ્રી
1 ચમચી – કેવડાનું પાણી
4 ચમચી – દૂધ
1/2 ચમચી – ઘી
250 ગ્રામ – કાજુ
1/2 કપ – મિલ્ક પાઉડર
1/2 કપ – ખાંડ
જાણો કેવી રીતે બનાવવાની
સૌ પ્રથમ કાજુ કતરી બનાવવા માટે ફ્રેશ કાજુનો ઉપયોગ કરો. તેને તમે રોસ્ટ પણ કરી શકો છો. ત્યાર પછી કાજુને બારીક પીસી લો. હવે તેને એક ચારણી વડે ચાળી લો. હવે આ પાઉડરને એક વાસણમાં કાઢી લો. પછી તમે ખાંડને પણ પીસી લો. કાજુના પાઉડરમાં મિલ્ક પાઉડર, પીસેલી ખાંડ, ધી અને કેવડાનું પાણી મિક્સ કરી લો.
તેને બરાબર મિક્સ કરી લો. હવે એક મોટી ચમચી દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમા એક સાથે દૂધ મિક્સ ન કરવું તેમાં ફરીથી એક ચમચી દૂધ ઉમેરી લો. તેમા કાજુ કતરી માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણના બે ભાગ કરી લો.
ત્યાર બાદ પ્લાસ્ટિક સીટ પર થોડૂક ઘી લગાવીને તેને ચીકણું કરી લો. હવે તેના એક ભાગમાં મિશ્રણ રાખી તેની પર પ્લાસ્ટિક સીટ પાથરી લો. હવે તેને વેલણથી વણીને ચપટું કરો. તે પછી ઉપર વાળી પ્લાસ્ટિક સીટ હટાવીને તેની પર ચાંદીનું વરખ લગાવી લો. ત્યાર બાદ તેને મનપંસદ આકારમાં કટ કરી લો. આ રીતે તમારી સ્વાદિષ્ટ કાજુ કતરી થઈ જશે તૈયાર.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…