ઉપવાસ માટે ફટાફટ બનાવો ટેસ્ટી ફરાળી ઢોસા, એકવાર ટેસ્ટ કર્યા પછી વારંવાર બનાવશો

185
Published on: 6:53 am, Tue, 2 March 21

ઉપવાસમાં ફરાળી ન ખાઇએ તો કાંઇ અધુરુ લાગે. તો આજે આપણે જોઇએ ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ઢોસો.

સામગ્રી

  • 2 કપ મોરયો
  • 1/2 કપ સાબુદાણા
  • 1/2 ચમચી મરીનો ભૂકો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 કપ પાણી
  • 1/2 ખાંડ

આની સાથે તમે કોપરા અને કોથમીરની ચટણી બનાવી શકો છો. જેના માટે તમારે કોથમીર, નારિયેલ ઝીણેલુ, લીલા મરચા, ખાંડ, મીઠું અને લીંબુ જોઇશે. આ બધાને ક્રશ કરીને ચટણી બનાવી લો. આ ચટણી ફરાળી ઢોસા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

  • રીત – 2 કપ મોરૈયો
  • 1/2 કપ સાબુદાણા
  • 1/2 ચમચી ખાંડ નાંખી

મીક્ષરમાં લોટ જેટલું ઝીણું ક્રસ કરી લેવુ. એક તપેલીમાં આ લોટ લઈ એમાં મીઠું અને પાણી નાખી ખીરું ત્યાર કરી લેવું. પાણી થોડું વધારે પ્રમાણે નાખવુ જેથી ખીરૂ ઢીલુ થઈ જાય. આ ઢોસાના ખીરાને 10થી 15 મિનિટ સેટ થવા દેવુ. પેન ગરમ કરી મીડિયમ તાપે મુકી એના ઊપર તેલ લગાવુ પછી ખીરૂ નાંખી ચઢવા દેવુ. એના ઉપર ઝીણા ઝીણા દાળા થાય એટલે બીજી બાજુ ચડવા દેવું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…