મગની દાળ સાથે તેનું પાણી પણ છે ખુબ જ ફાયદાકારક- જાણો તેનાથી થતાં અઢળક ફાયદાઓ વિશે

67
Published on: 2:24 pm, Wed, 16 February 22

સૌ કોઈ જાણે જ છે કે, ભારતીયો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. ત્યારે જો આપણે મગની દાળની વાત કરીએ તો મગની દાળ ખાવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેટલું જ નહિ મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, ઝિંક અને વિટામિન્સ જેવા પોષક તત્વો મળી આવે છે. શરીર માટે જરૂરી પોષક તત્વોની ઉણપ આ દાળના સેવનથી પૂરી કરી શકાય છે.

તમે મગની દાળનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. કારણ કે મગની દાળમાંથી ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. મૂંગ દાળનો હલવો એ ભારતીય ભોજનનો મુખ્ય ભાગ છે તેમજ કેટલાક લોકો તેમાંથી પાપડ બનાવે છે તો કેટલાક લોકો તેમાંથી લાડુ ખાવાનું પસંદ કરે છે. આ સિવાય આ દાળનું પાણી પીવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ રીતે મગની દાળએ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. તેના ફાયદા નીચે જણાવવામાં આવેલ છે.

મગની દાળના પાણીનું સેવન કરવાથી સ્થૂળતા દુર થશે તેમજ તમારું વજન ઓછું કરવા માટે પણ આ પાણી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય મગની દાળનું પાણી પણ ચયાપચયને વેગ આપે છે, જેના કારણે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ દાળમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે.

શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારવામાં મગની દાળનું પાણી મદદરૂપ છે. આ સિવાય મગની દાળ બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે, જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

મગની દાળમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન હોય છે, જે શરીરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જો તમે શરીરમાં નબળાઈ અનુભવો છો, તો મગની દાળનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રીતે મગની દાળનું સેવન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે.