ગોંડલ પાસે ઓવરલોડ મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી ખાતાં સર્જાયો ‘ગંભીર અકસ્માત’- 70થી વધુ લોકો

2904
Published on: 11:41 am, Sun, 19 September 21

અકસ્માતનાં કિસ્સાઓ ખુબ જ વધી રહ્યાં છે. હાલ જ એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યાં છે, રાત્રિના બે વાગ્યાના સુમારે જસદણ તરફથી આવી રહેલી લકઝરી બસ ઘોઘાવદર રોડ ઉપર ધારેશ્વર ચોકડી નજીક પલટી ખાઇ ગઇ હતી.

ઓવરલોડ મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઇ જતા ચીસાચીસ મચી જવા પામી હતી. અકસ્માતમાં 70થી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં ગોંડલ તથા રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતાં.સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. આ બનાવના પગલે પોલીસ સ્ટાફ તથા આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.

અકસ્માતની જાણ થતાં 108 સહિતની એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મુસાફરોને ગોંડલ સિવિલમાં ખસેડાયા હતાં. આ બસમાં સુરેન્દ્રનગરના વડારી, મોણપર અને લાખચોકિયા ગામના કોળી પરીવારના અંદાજે 80 જેટલા સ્ત્ર્રી, પુરુષ અને બાળકો હતા.

આ તમામ સોમનાથ પાસેના પ્રાચી પિતૃકાર્ય કરવા રાત્રિના બાર વાગ્યાની આસપાસ બસમાં વડારીથી રવાના થયા હતા. દરમિયાન ગોંડલ નજીક રોડ પર ઢોર આડુ ઊતરતાં તેને બચાવવા બસ ડ્રાઇવરે બસનો કાવો મારતાં ખીચોખીચ ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઇ ગઇ હતી. બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…