અહીંયા 40 વર્ષમાં ફક્ત એક જ વાર દર્શન આપે છે ભગવાન વિષ્ણુ, જાણો તેની રહસ્યમય કથા વિશે

345
Published on: 6:07 am, Wed, 30 June 21

ભારતની સંસ્કૃતિ ખુબજ અદ્ભુત છે. અહીં ભગવાન અને ભક્તનો એક ખાસ નાતો છે. ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. ભારતમાં એવા કેટલાયે મંદિરો આવેલા છે જેમની સાથે ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે. આજે આપણે એવા જ મંદિરની વાત કરીશું જે મંદિરમાં દર્શન કરવા ભક્તો એ એક બે કે 10થી 20 વર્ષ નહી પણ 40 વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ એક એવુ મંદિર જ્યાં ભગવાન વિષ્ણુના 40 વર્ષ બાદ દર્શન થાય છે.

આ મંદિર દક્ષિણ ભારતમાં તમિલમાડુમાં આવેલ છે. કાંચીપુરમમાં આવેલું આ મંદિરનું નામ દેવારાજાસ્વામી મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા અથિ વરદરાજાના રૂપે કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુની આ મૂર્તિની સ્થાપના ખુદ બ્રહ્માજીએ કરી હતી. પુરાણોમાં કાંચીપુરમનું નામ હસ્તગિરી દર્શાવવામાં આવ્યુ છે. છેલ્લે 1979માં થયા હતા દર્શન. આ મંદિરની ખાસ વાત એ છે કે ભગવાનની મૂર્તિને 40 વર્ષ પછી ફક્ત 48 દિવસ માટે દર્શન આપે છે. જેમાં 40 દિવસ અથિ વરદરાજાની પ્રતિમા શયનમુદ્રામાં રહે છે અને 8 દિવસ પ્રતિમાને ઉભી કરી દેવામાં આવે છે,

જ્યારે પ્રતિમાને જળની બહાર કાઢવામાં આવે છે ત્યારે 48 દિવસ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે. મંદિરમાં નથી થતી કપૂર કે દીપકથી પૂજા 48 દિવસના ઉત્સવ પછી મૂર્તિને 40 વર્ષ સુધી મંદિરના પવિત્ર અનંત તળાવમાં જળમગ્ન કરી દેવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય પોતાના જીવનકાળમાં ફક્ત બે જ વખત આ મૂર્તિના દર્શન કરી શકે છે. ભગવાન અતિવર્ધાર 40 વર્ષની લાંબી જળસમાધી શા માટે લે છે, તેના વિષે ઘણીબધી વાતો પ્રચલિત છે.

તેમાંની પહેલી વાતતો તે એ છે કે વર્ષો પહેલા મંદિરના એક પુજારીને ભગવાને સ્વપનમાં દર્શન આપ્યા હતા અને તેને કહ્યું હતું કે મને જળસમાધી આપવામાં આવે અને ત્યારથીજ આ પ્રથા ચાલુ થશે. બીજી વાત તે છે કે ભગવાનની આ મૂર્તિને ત્યારે બનાવવામાં આવી હતી જયારે મંદિરનું બાંધકામ શરુ થયું હતું અને મંદિરનું બાંધકામ શરુ થયા પછી ભગવાનની આ મૂર્તિને પાણીમાં ઉતારવામાં આવી અને ત્યારથી આ પ્રથા શરુ કરાવવામાં આવી.

આ ચાચુ છે,કે ભગવાન અતિવર્ધારની મૂર્તિ અંજીરના લાકડાની બનેલી છે,જેને ખુબજ પવિત્ર માનવવામાં આવે છે. અન્ય મંદિર દિવસમાં બે વખત દશર્ન આપ્યા પછી દરિયામાં ડૂબી જાય છે આ મંદિર, આજે પણ માંગે છે પોતાના કર્યા પર માફી, ગુજરાતમાં આવેલું આ મંદિર સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિર દિવસમાં બે વાર દેખાય છે અને પછી સમુદ્રની લહેરોમાં અદૃશ્ય થઈ જાય છે.

આ મંદિર સમુદ્રની લહેરોમાં આપમેળે અદૃશ્ય થઈ જાય છે અને થોડા સમય પછી ફરીથી બહાર આવી જાય છે. ગુજરાત શહેરમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તો આ મંદિર સાથે કઈ વાતો છે. ગુજરાતમાં આવેલું સ્તંભેશ્વર મંદિરનો ઉલ્લેખ રુદ્ર સંહિતા ભાગ 2 ના અધ્યાય 11 માં થયેલો છે. આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલાં થઈ હતી. આ મંદિર વડોદરાથી 40 માઇલ દૂર અરબી સમુદ્રના કાંઠે આવેલું છે. મંદિરમાં સ્થાપિત આ શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચુ અને 2 ફૂટ વ્યાસનું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…