શા માટે ભગવાન શિવે નંદીને જ પસંદ કર્યા પોતાના વાહન તરીકે, જાણો તેની પાછળની ખુબ જ રહસ્યમય કથા 

308
Published on: 3:25 pm, Mon, 26 July 21

દેવો કે દેવ મહાદેવનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. સૃષ્ટિની રચના ફક્ત ભગવાન શિવે કરી છે તેવું માનવામાં આવે છે. જો મહાદેવની કૃપા તેમના કોઈપણ ભક્તો ઉપર વરસાવવામાં આવે તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભગવાન શિવના મંદિરમાં તમે બધાએ નંદીણે જોયા જ હશે. જ્યાં શિવની મૂર્તિ અથવા શિવલિંગ હોય ત્યાં નંદી પણ સ્થાપિત હોય જ છે.

હિન્દુ ધર્મમાં, લગભગ તમામ દેવી-દેવીતાઓએ વાહનના રૂપમાં કોઈ પ્રાણી પોતાની પાસે રાખે છે. એ જ રીતે, નંદીએ શિવનું વાહન છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નંદી ભગવાન શિવનું વાહન કેવી રીતે બન્યું? ભાગ્યે જ કોઈ આ કથા વિશે જાણે છે.

આજે અમે તમને નંદિને શિવનું વાહન બનવાની કથા વિશે જણાવીશું.
હકીકતમાં, એકવાર શિલાદ નામના ઋષિને એક વાતની ચિંતા વધી ગઈ કે તેઓના મૃત્યુ પછી તેનો વંશ સમાપ્ત થઈ જશે. આ ઋષિએ બ્રહ્મચારી થવાનું વ્રત રાખ્યું હતું અને આ કારણે તેને કોઈ સંતાન ન હતું. પોતાની સમસ્યા દૂર કરવા માટે તેમણે શિવની ઉપાસના શરૂ કરી.

શિવ તેમની ઉપાસનાથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ઋષિએ ભગવાન શિવ પાસે વરદાન રૂપે એક પુત્ર માંગ્યો. બીજા દિવસે ઋષિ શીલાદે મેદાનમાં એક ખૂબ જ સુંદર બાળક જોયું. તે બાળકને તે આશ્રમમાં લઈ આવ્યા અને તેનું નામ નંદી રાખ્યું. શીલાદે નંદીને અનેક વિદ્યાઓનું જ્ઞાન આપ્યું.

કેટલાક વર્ષો પછી, ઋષિ શિલાદના આશ્રમમાં બીજા બે ઋષિમુનીઓ આવ્યાં. તેઓએ શિલાદ ઋષિને કહ્યું કે નંદીની ઉંમર ખુબ વધારે નથી. બીજા ઋષીઓની વાત સંભાળીને ઋષિ શિલાદ કાફી પરેશાન થઈ ગયા. પરંતુ નંદીણે તેનાથી કઈ ફરક જ ન પડ્યો. તે ભુવન નદીના કાંઠે ગયો અને શિવની ઉપાસના શરૂ કરી. નંદિની પૂજાથી પ્રસન્ન થઈને શિવએ તેમને વરદાન માંગવાનું કહ્યું.

નંદીએ ભગવાન શિવ પાસે હંમેશા રહેવા માટે વરદાન માગ્યું. નંદીની આ વાત સાંભળીને શિવે તેને ગળે લગાવી અને તેને બળદનો ચહેરો આપ્યો અને તેનું વાહન બનાવ્યું અને તેને કાયમ તેની સાથે રાખ્યા. ત્યારથી લઈને આજ-સુધી જ્યાં ભગવાન શિવ હોય હોય ત્યાં નંદી હાજર જ હોય છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…