ભગવાન શ્રી કૃષ્ણને આ શ્રાપથી બચાવવા માટે ભોગવી પડી હતી ગરીબી- જાણો આ રહસ્યમય દંતકથા વિશે

688
Published on: 12:23 pm, Sun, 19 September 21

ભગવાન શ્રી કૃષ્ણની ઘણી લીલાઓ વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ આજનાઆ લેખમાં આપણે તેના શ્રાપ વિશે વાત કરીશું. એક નિર્ધન મહિલા ભિક્ષા માગીને પોતાનું જીવન પસાર કરી રહી હતી. તે ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી એક વાર તેને પાંચ દિવસ માટે કઈ ખાવાનું ના મળ્યું,

કઈ પણ રીતે તેને પાણી પી ને પોતાની રાત પસાર કરી. છઠ્ઠા દિવસે તેને ક્યાંકથી થોડા ચણા ખાવા મળ્યા, તેને સવાર માટે તેને પોતાની પાસે રાખી લીધા તેને વિચાર્યું કે સવારે ભગવાનને ભોગ લગાવી તેને ગ્રહણ કરશે. પણ રાતે તેના ઘરે ચોર આવ્યા

અને તે પોટલીને કીમતી વસ્તુ સમજી લઇ ગયા. ત્યાર બાદ તે ચોર સાંદીપનીના આશ્રમ પાસે પહોચ્યા પણ ઋષિના પત્નીનો આવવાનો અવાજ સાંભળતા જ તે ગભરાઈને ત્યાજ પોટલી છોડી જતા રહ્યા. પછીના દિવસે સવારે તે પોટલી કૃષ્ણ અને સુદામાને મળી.

જયારે સવારે નિર્ધન મહિલાને તેના ચણા ના મળ્યા. તો તે સમજી ગઈ કે તેને કોઈએ ચોરી લીધા છે. તે મહિલાએ રડતા રડતા દુઃખી મનથી શ્રાપ આપ્યો કે જે કોઈ તે ચણાને ગ્રહણ કરશે તે પણ તેની જેમ ગરીબ થઇ જશે. સુદામા અત્યંત જ્ઞાની બ્રાહ્મણ હતા અને કૃષણ તેના પરમ મિત્ર પણ હતા. પોટલી તેના હાથ માં આવતા જ તેણે નિર્ધન સ્ત્રીના શ્રાપને મહેસુસ કરી લીધો.

એટલે વધુ ભૂખનું બહાનું બતાવી કૃષ્ણ ના હિસ્સા ના ચણા પણ તેમને ગ્રહણ કરી લીધા. જેથી સ્ત્રી નો શ્રાપ કૃષ્ણ ને ના લાગે આવી રીતે સુદામા એ એક પરમ મિત્ર હોવાનું કર્તવ્ય નિભાવ્યું. આમ આ કારણથી કૃષ્ણ અને સુદામાની મિત્રતાની વાતું આજ પણ કરવામાં આવે છે કે મિત્ર હોય તો સુદામા જેવો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…