શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની તુલના મીઠાં સાથે કરી હતી? જાણો આ રહસ્યમય કથા

203
Published on: 2:54 pm, Thu, 19 August 21

મિત્રો, તમે બધા જાણતા જ ભગવાન કૃષ્ણને 16,108ને પટરાણીઓ હતી. અને 8 પત્નીઓ હતી અને તેમાંથી સૌથી સુંદર સત્યભામા હતી. કૃષ્ણજી તેનો મોટાભાગનો સમય તેમની સાથે વિતાવતા હતા. કહેવાય છે કે સત્યભામાને પોતાની સુંદરતા પર ખૂબ જ ગર્વ હતો. એકવાર તેણે કૃષ્ણાજીને પૂછ્યું, ‘હું તમને કેવી લાગુ છું? ત્યારે શ્રીકૃષ્ણએ તેને કહ્યું, તું મને મીઠા જેવી લાગે છે.

આ સાંભળીને સત્યભામા કૃષ્ણ પર ગુસ્સે થયા અને કહ્યું, ‘મારી સાથે તુલના કરવા માટે તમને આ આખી દુનિયામાં કશું જ મળતું નથી આ જ મળ્યું. થોડા દિવસો પછી, શ્રી કૃષ્ણએ તેમના મહેલમાં ભોજન સમારંભનું આયોજન કર્યું, અને છપ્પન ભોગની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે શ્રીકૃષ્ણે સૌથી પહેલા સત્યભામાને ભોજન લેવાની વિનંતી કરી.

સત્યભામાજીએ પહેલું કોરિયું મો માં મૂક્યું પણ શું હતું, શાકભાજીમાં મીઠું નહોતું. કોરિયાને તેના મોઢામાંથી ફેંકી દીધું.
પછી મોઢામાં માવા-મિશ્રીનો બીજો કોળીયો મૂક્યો અને પછી તેને ચાવતી વખતે ખરાબ લાગ્યું અને પછી પાણીની મદદથી કોઈક રીતે તેને મોઢામાંથી બહાર કાઢ્યો. હવે ત્રીજો કોળીયો મોઢામાં મૂક્યો જે કચોરી હતી, પણ તે પણ મોઢામાં મૂક્યો અને થૂંકી દીધો.

આ બધું થવાથી સત્યભામાજીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જોરથી બૂમ પાડી. આ રસોઈ કોણે બનાવી? સત્યભામાજીનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણ દોડી આવ્યા અને પૂછ્યું કે શું થયું દેવી? કંઈક ખોટું થયું? તમે આટલા ગુસ્સામાં કેમ છો? તમારો ચહેરો આટલો લહેરાતો કેમ છે? શું થયું? આ રીતે મીઠાં વગરની રસોઈ કોણે બનાવી? કોઈ પણ વસ્તુમાં મીઠું નથી.

મીઠાઈમાં ખાંડ નથી. એક કોળીયો પણ ખવાતો નથી. શ્રી કૃષ્ણે ખૂબ જ નિષ્કપટ રીતે કહ્યું, મીઠા વગર પણ ખાઈ લેતી તો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું પછી તે દિવસે તમે ગુસ્સે કેમ થયા જ્યારે મેં તમને કહ્યું કે તમે મને મીઠા જેવા પ્રિય છો. હવે સત્યભામાજી આખી વાત સમજી ગયા કે આ આખું વાક્ય તેમને સમજાવવા માટે કરવામાં આવ્યું હતું અને પછી તેઓ સમજી ગયા કે કૃષ્ણજી તેમને કેટલો પ્રેમ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…