ગુજરાતમાં લોકડાઉનના એંધાણ સતત વધી રહ્યાં છે, મોટા નિષ્ણાતો અને સિનિયર ડોક્ટરોએ કરી ‘લોકડાઉન’ની માંગ

147
Published on: 6:02 pm, Sat, 17 April 21

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. કોરોનાના કારણે દવાખાનાઓ-હૉસ્પિટલોમાં ગંભીર પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં વેઈટિંગના પાટિયા લાગેલા છે અને લોકોમાં પણ ફફટાડ જોવા મળી રહ્યો છે.

કોરોનાની બીજી લહેરમાં કોરોના ગુજરાતમાં ઘર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 9541 કેસ સામે આવ્યા છે, જેની સામે 3783 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં 97 લોકોના મોત થયા છે.

જો કે આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કોરોનાના કેસોની સામે દર્દીઓના સાજા થવાનું આંકડો ઓછો છે. ગઈકાલે જ સમાચાર સામે આવ્યા હતા અને કોરોના પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા થોડાંક દિવસમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઇ નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલે જ્યાં આવતા ચાર સપ્તાહને ખૂબ જ અગત્યના ગણાવ્યા છે ત્યાં આઇઆઇટી કાનપુરની ટીમે ગાણિતિક મોડલના આધાર પર કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર 20 થી 25 એપ્રિલની વચ્ચે પીક પર રહેશે.

ત્યારે રાજ્યમાં કોરોના સામે લોકડાઉનની માગ વધી રહી છે. હવે તો સિનિયર ડોક્ટર કરી રહ્યાં છે કે લોકડાઉન કરો. જે પ્રમાણે કોરોના વધી રહ્યો છે એ જોઈને સિનિયર ડોક્ટર ચેઇન તોડવા 14 દિવસના લોકડાઉનની માગ કરી છે. એમનું કહેવું છે કે લોકડાઉન ન થાય તો સંક્રમણ ઝડપી ફેલાશે, આ સાથે જ શહેરોમાં વુહાન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

વધતા કોરોના સાથે રાજ્યમાં લોકડાઉનની માંગ વધી રહી છે. ડોક્ટરો ખુદ હવે તો લોકડાઉનની માંગ કરી રહ્યા છે. રાજ્યના સિનિયર ડોક્ટરો આ રીત લોકડાઉનની માગ કરી રહ્યા છે એ ખરેખર વિચારવા જેવી વાત છે. તેઓનું કહેવું છે કે 14 દિવસનું લોકડાઉન ખૂબ જ જરૂરી છે. કોરોના ચેન બ્રેક ડાઉન કરવા માટે લોકડાઉન જરૂરી છે. સંક્રમણને તોડવા અને ગુજરાતને બચાવવા માટે લોકડાઉન ખુબ જ જરૂરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…