બહેનને મુકી પરત ફરતા ભાઈને માંડવી કરંજ પાસે નડયો ભયંકર અકસ્માત- ઘટના સ્થળે જ ‘મોત’

131
Published on: 5:36 am, Sat, 17 April 21

વાહનોમાં વધારો થતાં ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના માંડવીના કરંજ ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયો ખુબ જ ભયંકર અકસ્માત. કીમ માંડવી રોડ પર અવાર નવાર સાંઢની જેમ દોડતી ટ્રકોએ અનેક લોકોના ભોગ લીધા છે. ગત દિવસોમાં રોડની સાઈડે સૂતેલા 15 મજૂરો પર ટ્રક ચઢાવી દેતા ગોઝારી ઘટના બની હતી.

અનેકવાર પૂરપાટ ઝડપે દોડતી ટ્રકોએ નાના વાહનચાલકોને અડફેટમાં લેતા નિર્દોષોનો ભોગ લીધો છે. આવી જ એક ઘટના ફરી એકવાર બની છે. બહેનને મુકી પરત ફરી રહેલા ડુંગરીના યુવકને અકસ્માત નડયો. માંડવીનાં કરંજ ગામ પાસે એક ટ્રક ચાલક દ્વારા બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

તેમજ બાઇકને અડફેટે લીધા બાદ ટ્રક ખાડામાં ખાબકતા ટ્રક ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાનાં કરંજ ગામની સીમમાંથી એક બાઇક ચાલક સાહિલ ફિરોઝ ફકીર (19) (રહે. ડુંગળી તળાવ ફળિયું, વાલિયા) પોતાની યુનિકોન મોટર સાયકલ લઈ બહેનને મુકવા માટે લીમોદરા ગામે આવ્યો હતો.

જ્યાંથી પરત ઘરે પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ એક ટ્રક ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી સાહિલને અડફેટે લીધો હતો, અને ત્યારબાદ તેની ટ્રક માર્ગની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી ગઈ હતી. ટ્રકનો ચાલક અકસ્માત બાદ ટ્રકમાંથી કૂદતા ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અને સાહિલ ભાઈને હોસ્પિટલ માં સારવાર માટે લઈ જતાં તેમનું પણ સારવાર દરમ્યાન મોત થયું હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…