જાણો રાજપીપળાના હરસિદ્ધ માતાનાં મંદિરનો રસપ્રદ ઈતિહાસ- માં જગત જનનીનાં અપરંપાર પરચા જાણી ચોકી ઉઠશો

210
Published on: 4:37 pm, Sat, 2 October 21

તમે સૌ જાણતા જ હશો કે, સમગ્ર રાજ્યમાં માતાજીના ઘણા મંદિરો છે. ઘણા મંદિરોની પાછળના રહસ્યો તો આપણે જાણતા પણ નહિ હોઈએ. આજે અમે તમને એવા જ એક માતાજીના મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર છે રાજપીપળાનું હરસિદ્ધ માતાનું મંદિર. માં જગત જનની હરસિદ્ધ માતાના અપરંપાર પરચા છે.

હરસિદ્ધ માતા જ્યાં સાક્ષાત બિરાજમાન છે તે મંદિર નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલું છે. જાણવા મળ્યું છે કે, અહીંના રાજા શુભ પ્રસંગે ઉજ્જૈન મંદિરમાં હરસિદ્ધ માતાના દર્શન કરવા માટે જતા હતા એ દરમિયાન માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમની સાથે રાજપીપળા આવ્યા હતા. ત્યારથી હરસિદ્ધ માતા અહીં સાક્ષાત બિરાજમાન હોવાનું માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, રાજપીપળામાં હરસિદ્ધ માતા નવરાત્રીના આઠમા દિવસે પધાર્યા હતા. હરસિદ્ધ માતા અહીં આવતા તમામ ભક્તની મનોકામના પુરી કરે છે. આ ઉપરાંત, મંદિરના પ્રાંગણમાં એક સ્તભં આવેલો છે. ભકતો અહીં આવીને કંકુ વડે પોતાના કપાળમાં તિલક પણ કરે છે. અહી માન્યતા છે કે, તિલક કરવાથી ભક્તોને હરસિદ્ધ માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

અહીંના લોકોનું માનવું છે કે, આરતીના સમયે હરસિદ્ધ માતા સાક્ષાત ઉપસ્થિત રહે છે. મંદિરમાં આવતા તમામ ભક્તની માનતા પુરી કરે છે. કહેવામાં આવે છે કે, અહીં ભકતો નોકરી, સંતાન પ્રાપ્તિ અને લગ્ન જેવી માનતાઓ માનવા માટે આવે છે.

આ ઉપરાંત, હરસિદ્ધ માતાની પૂજા જો સાચા દિલથી કરવામાં આવે તો ભક્તની મનોકામના પૂર્ણ થાય જ છે. જાણવી દઈએ કે આ મંદિરની એક અનોખી માનતા છે કે, અહીં જે પણ શાદ્ધાળુંની માનતા પુરી થાય છે તે મંદિરના પ્રાંગણમાં આવીને રમતો કૂકડો મૂકી જાય છે. સમગ્ર ગુજરાતમાંથી શાદ્ધાળુંઓ અહી હરસિદ્ધ માતાના દર્શન કરવા માટે આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…