ખુબ ઓછા લોકો જાણતા હશે કે, વિમાનમાં ઈંટરનેટ કેવી રીતે કામ કરે છે? જાણીને થોડીવાર વિચારમાં પડી જશો

153
Published on: 4:12 pm, Mon, 18 October 21

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં હવાઈ મુસાફરી વખતે વાઇફાઇનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. શું તમે જાણો છો કે, વિમાનમાં ઇન્ટરનેટ કેવી રીતે પહોંચે છે તેમજ કામ કેવી રીતે કરે છે? શું તેનાથી મુસાફરી મોંઘી થઇ જશે? આપને જણાવી દઈએ કે, સરકાર દ્વારા હવે હવાઈ મુસાફરી દરમિયાન વાઇફાઇ ઉપલબ્ધ કરવાની પરવાનગી આપી દેવાઈ છે.

ભારતીય એરસ્પેસમાં ઇન્ટરનેટનો ઉપયોગ હવેથી કરી શકાશે. ટ્રાય એટલે કે, ટેલિકોમ રેગ્યુલેટીં ઓફ ઈંડિયાએ હવાઈ મુસાફરી વખતે ડેટા કનેક્ટિવિટીની સુવિધાને અગાઉથી જ લીલી ઝંડી બતાવી દેવાઈ હતી. હવે એરલાઇન્સમાં આ સુવિધા શરુ થઇ જશે. તમે વિમાનમાં યાત્રા વખતે ઈન્ટરનેટ મારફતે આરામથી સોસીયલ મીડિયાનો ઉપયોગ કરી શકશો. ઇન્ટરનેટ પર કોઈ જાણકારી સર્ચ કરી શકશો કે તેના પર મુવી પણ જોઈ શકશો.

ટ્રાયની ભલામણો મુજબ, યાત્રી હવામાં 3,000 મીટર ઉપર પહોંચ્યા બાદ ઇન્ટરનેટનો વપરાશ કરી શકાશે. વિમાનને સામાન્ય રીતે 3,000 મીટર સુધી પહોંચતા ટેક ઓફ થયા પછી 5 મિનિટનો જ સમય લાગતો હોય છે. આનો ઉપયોગ કરવા માટેની કુલ 2 રીત છે. સૌપ્રથમ તો જમીન ઉપર રહેલ મોબાઇલ બ્રોડબેન્ડ ટાવર વિમાનના એન્ટેનાને સિગ્નલ મોકલે છે. એન્ટેના વિમાનની બોડીના નીચેના ભાગમાં રહેલું હોય છે.

વિમાન જયારે ટેક ઓફ થાય ત્યારે સતત પાસેના ટાવરથી સિગ્નલ રિસીવ કરતુ રહે છે. આ જ સિગ્નલ મારફતે વિમાનમાં વાઇફાઇ અથવા તો ઇન્ટરનેટ ચાલતું હોય છે. તમે જો ક્યાંક સમુદ્ર અથવા તો દૂર પહાડો ઉપરથી પસાર થાઓ છો, ત્યારે સામાન્ય રીતે ઇન્ટરનેટની તરંગો મેળવાની સંભાવના ખુબ ઓછી થઇ જતી હોય છે.

અન્ય એક ઉપાય એ છે કે, સેટેલાઇટ ટેકનીક વિમાનનો સંપર્ક સેટેલાઇટ સાથે રહેલો છે કે, જે અવકાશમાં ચક્કર લગાવતા રહેતા હોય છે. આ જ ઉપગ્રહ, રીસીવર તેમજ ટ્રાન્સમીટર મારફતે ધરતી ઉપરથી સિગ્નલ લે તથા આપે છે. સામાન્ય શબ્દોમાં જણાવીએ તો આ એ જ ઉપગ્રહ છે કે, જેનાં દ્વારા હવામાનની જાણકારી તેમજ ટીવીમાં સિગ્નલ મળતું હોય છે.

સૌથી પાસેના ઉપગ્રહ વિમાનને ઉપર લગાવેલ એન્ટીના દ્વારા રીસીવ થાય છે. ગ્રાઉન્ડ તથા વિમાન વચ્ચે જાણકારીની અદલા બદલી આ ઉપગ્રહના માધ્યમ દ્વારા જ થાય છે. આના માધ્યમથી વિમાનમાં ઈન્ટરનેટ આવતું હોય છે તેમજ યાત્રીઓને વાઈફાઈની સુવિધા મળતી હોય છે.

વિમાનમાં ઈન્ટરનેટની સ્પીડ કેટલી હોય?
આ દિવસોમાં ઉપગ્રહ કનેક્સન દ્વારા ઈન્ટરનેટની સ્પીડ 12 MBPS સુધીની જ હોય છે. જયારે આ સેવા ખુબ મોંઘી હોય છે પણ હવે એ જોવાનું કે, વિમાન કંપનીઓ હવાઈ મુસાફરી વખતે વાઇફાઇની સુવિધા આપવા પર શું વધારાનો તેમજ મોંઘી રકમ તો આપણી પાસેથી તો નહિ વસૂલેને.

આના વપરાશથી યાત્રાની ટિકિટ મોંઘી થઇ શકે:
અમેરિકામાં ઈન ફ્લાઇટ વાઇફાઇના સારા અને સસ્તા વિકલ્પ હાજર છે. ત્યાં પાછું યુરોપની હવાઈ સુરક્ષા એજન્સી EASA એ 2014 માં ફ્લાઈટ સમયે મોબાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી હતી. પરંતુ યુરોપમાં પણ વાઇફાઇની સુવિધાને લઈને મુસાફરોમાં સંતોષ નથી. આ ફ્લાઇટોમાં આ ટેકનોલોજી સસ્તી નથી. આ કામ માટે વપરાતા એન્ટિના, વિમાનની ઝડપ ઉપર અસર પાડે છે. જેને લીધે બળતણનો વપરાશ વધી જાય છે.