કેવી રીતે થઈ હતી પાવાગઢ ડુંગરની ઉત્ત્પત્તિ, જાણો ત્યાં બિરાજમાન માતા કાળીના ચમત્કારો વિશે

729
Published on: 11:46 am, Mon, 23 August 21

મિત્રો, પાવાગઢ તો બધાં ગયા જ હશો અને માં કાળીના દર્શન પણ કાર્ય હશે. પરંતુ શું તમે જાણો છે? કઈ રીતે થઈ હતી પાવાગઢના ડુંગરની ઉત્પતિ, તો ચાલો આજે જાણીએ. પાવાગઢના ઉચ્ચ શિખર પર જગત જનની મા કાલિકા દેવી સાક્ષાત મહાશક્તિ સ્વરૂપે બિરાજમાન છે.

પાવાગઢ ડુંગળની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે. આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળને એક પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. 51 શક્તિપીઠોમાંથી ગુજરાતમાં મુખ્ય 3 શક્તિપીઠ આવેલ છે.

જેમાં અંબાજી ખાતે અંબે મા બિરાજમાન છે. બહુચરાજી ખાતે મા બહુચર, તો પાવાગઢના ડુંગલે મા મહાકાળી બિરાજમાન છે.  પાવાગઢના ડુંગળોની રચના સદીઓ પહેલા જ્વાળામુખીથી થયેલી છે. આ ડુંગળ જેટલો બહાર દેખાય છે તેનાથી 3 ઘણો તે જમીનની અંદર રહેલો છે. જમીન પર દેખાય છે એ તો ડુંગળનો ફક્ત પા ભાગ છે. તેથી આ ડુંગળનું નામ પાવાગઢ પડ્યું છે.

એક સમયે ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું.

માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. ત્યારબાદ છ જ મહિના પછી અમદાવાદના સુબા મહેમુદે પાવાગઢ પર આક્રમણ કર્યું હતું. અને તેનું સામ્રાજય છીનવી લીધું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…