જાણો ભારતના અલગ-અલગ રાજ્યોમાં કેવી રીતે ઉજવાય છે નવલી નવરાત્રી

186
Published on: 12:04 pm, Wed, 6 October 21

નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી ભારત દેશમાં થાય છે. ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી કરવામાં આવે છે. શરદ નવરાત્રી ઉત્સવ તરીકે અને ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રખ્યાત છે. ઉત્તર ભારતમાં ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરીને આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રામનવમીથી ચૈત્ર નવરાત્રીનો અંત થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા વિશ્વ વિખ્યાત બની ગયો છે.

શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળ રાજ્યમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે, તેને ત્યાં દુર્ગા પૂજા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્સવને પશ્ચિમ બંગાળમાં વર્ષનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. દુર્ગા દેવીની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનો વધ કરતી જોવા મળે છે. પાંચ દિવસ માટે આ મૂર્તિઓની પૂજા થાય છે અને પાંચમાં દિવસે તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના લોકનૃત્યથી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં અને વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા માટે ગુજરાતમાં આવતા હોય છે. ગુજરાતના ગરબા ભારતભરમાં જ નહીં, પરંતુ યુકે (UK), યુએસએ (USA)ની સાથોસાથ દુનિયાભરના લોકપ્રિય બન્યા છે.

જાત્રાની શરૂઆત ગોવામાં નવરાત્રી દરમિયાન થાય છે. ત્યારે સારસ્વત બ્રાહ્મણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર કાઢવામાં આવે છે. વસ્ત્રો અને ફૂલોથી મૂર્તિઓને સુશોભિત કરવામાં આવે છે, તેમના પર ચંદન, હળદર, કંકુ પણ લગાવે છે. ભક્તોને ખાસ દર્શન નવરાત્રી દરમિયાન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલ પ્રસાદ માટે રાહ જોઇને બેસતા હોય છે, કારણ કે આ પ્રસાદ ભગવાન અને દેવીને અર્પણ કરવામાં આવ્યો હોવાથી ભક્તોમાં તેનું ઘણું મહત્વ છે. દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે, પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે, આ ફૂલોને બદલવામાં આવતા નથી. આ ફૂલોને ઉત્સવની છેલ્લી રાતે ભક્તોમાં પ્રસાદ તરીકે વહેચી દેવામાં આવે છે.

સારસ્વત બ્રાહ્મણની દશ મૈત્રિકાની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવીને તેમની પૂજા કરે છે. આ દેવીઓના નામ શાન્તાદુર્ગા, આર્યદુર્ગા, મહાલાસા, કાત્યાયાની, મહામાયા, કામાક્ષી, વિજયાદુર્ગા, ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા છે. દક્ષિણ ભારતમાં, લોકો પગથિયા ગોઠવે છે અને તેની પર દેવીની મૂતિઓ મૂકે છે. તેને ગોલુ તરીકે ઓળખવામાં આવે છે. ગોલુની લાક્ષણિક છબીઓને તમિલનાડુની શૈલીમાં ભારતના મહારાષ્ટ્રના નવી મુંબઇના નેરુલના ઘરમાં બાજુની જગ્યાએ રજૂ કરે છે.

કેરળમાં, શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે, અષ્ટમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે. આમાં ચોપડીઓની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે તેઓ પોતાના ઘર, પરંપરાગત બાળવાડીઓ કે, મંદિરમાં પુસ્તકો મૂકીને તેની પૂજા કરતા હોય છે. વિજયાદશમીના દિવસે, સરસ્વતીની પૂજા બાદ ચોપડીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે.

વિજયાદશમીને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે, તેને વિદ્યાઆરંભ પણ કહેવાય છે. કેરળમાં આ સમય દરમિયાન દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થતા હોય છે. નવ દિવસોના આ સમયમાં બથુકામ્મા નામનો ઉત્સવ લોકો તેલંગાણા રાજ્યમાં ઉજવે છે. તે એક નવરાત્રી ઉત્સવ જેવો જ હોય છે. નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…