જાણો 500 વર્ષ જુના વડના રહસ્યમય ઝાડ વિશે, શું છે તેની ખાસીયતો…. – મહાકાળી માતા સાથે જોડાયેલો છે ખાસ સબંધ

168
Published on: 1:27 pm, Thu, 4 March 21

કંથારપુરામાં 500 વર્ષ જુનું એક રહસ્યમય વડનું ઝાડ આવેલું છે. કેહવામાં આવે છે કે, તે ઝાડ પાસે કાળીમાતા સ્વયંભૂ પ્રગટ થયા હતા. તેથી તેની ત્યાં પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની ખાસીયતો… અમદાવાદથી 51 કિલોમીટર દુર કંથારપુરા ગામ આવેલુ છે કંથારાપુરા 500 વર્ષ જુના વડને કારણે જાણીતુ બન્યુ છે. નરેન્દ્ર મોદીએ 2006માં કંથારપુરાને પ્રાકૃતિધામ તરીકે વિકસાવાની જાહેરાત કરી હતી. કંથારપુરામાં 500 વર્ષ જુનુ રહસ્યમય વડ આવેલુ છે. વડની ઉંચાઈ આશરે 40 મીટર છે. આ વડ અડધા એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલ છે. વડ બારે માસ લીલોછમ રહે છે.

500 વર્ષ જુના વડ અને વડની એક એક વડવાય કે જે ભક્તોને આશિર્વાદ આપતી હોય તેવો અહેસાસ થાય. વડ જેટલી જ લાબી લાંબી વડવાયો છે. એક વડવાઈ બીજી વડવાઈ સાથે જોઈન્ટ થઈ ગઈ છે. એટલે કે ક્યાથી કઈ વડવાઈ નિકળી હશે તેનો અંદાજો લગાવી શકાતો નથી. આ વડ કુદરતની દેન છે. આ વડ નીચે આવતાની સાથે જ અલગ અનુભુતી થાય છે. કારણ કે વડની ઘટાદાર વડવાઈ જોતા લોકોને બાળપણ યાદ આવી જાય. પરંતુ આ વડવાઈથી કોઈ હિચકા ખાય શકતુ નથી. વડની ઉપરથી વડવાયો પણ ધરતી માતાને નમન કરી રહી છે.ઘટાદાર વડની અંદર સુર્યના કિરણો પહોંચી શકતા નથી.

500 વર્ષ જુના વડમાં મહાકાળી માતા સ્વંયભુ પ્રગટ્યા છે. આ મંદિરમાં મહાકાળી માતાજીની બે મુર્તિ છે. એટલે કે એક સ્વયંમ પ્રગટ થયેલ મુર્તિ અને બીજી મુર્તિ છે. જેની પ્રાણપ્રતિષ્ઠ કરવામાં આવી હતી, બંને મૂર્તિની વિશેષ પુજા કરવામાં આવે છે. રોજ સવાર સાંજ આરતી થાય છે. માતાજીનો શણગાર કરવામાં આવે છે. મહાકાળી માતાની મૂર્તિ જોતા જ આકર્ષણ થાય છે. ભક્તો આ મંદિરમાં આવતાની સાથે ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ માટે પરવાનગી માગે છે, અને ભક્તો માતાના મંદિરમાં શીષ નમાવીને આશિર્વાદ માગે છે.  મંદિરમાં ઘીનો અખંડ દીવ પ્રગટે છે, અને મહાકાળી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.