હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે આ વચ્ચે ક્રાઈમ ખુબ જ વધાવતા રહ્યા છે, લોકો કહે છે કે છોકરીઓ કપડાં સારા પહેરે અને ટૂંકા ન પહેરે તો કોઈ તેની સાથે દુષ્કર્મના કરે પરંતુ ગાય અને તેની વાછરડીને ક્યાં કપડાં પહેરાવવા? રાજ્ય સહિત દેશભરમાં મહિલાઓ, બાળકીઓ તથા નાના બાળકો સાથે અત્યાચારના ગુનાઓ રોજે-રોજ સામે આવે છે.
પરંતુ આજે કચ્છમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે હવસખોરીની તમામ હદ પાર કરી દીધી છે. અહીં કોઈ મહિલા, બાળકી કે બાળક સાથે નહીં પરંતુ અબોલ વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જેને-જેને જાણ થઈ રહી તે લોકો આ મામલે ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ભુજમાં કળીયુગની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
હવસખોરોને પણ શરમ આવી જાય તેવું કૃત્ય એક વૃદ્ધ વ્યક્તિએ કર્યું છે. વૃદ્ધે વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા ચારે તરફથી ફિટકાર વરસવા લાગ્યો છે. સ્થાનિકોએ વૃદ્ધને પોલીસને સોંપતા પોલીસે અટકાયતી પગલા ભરી વૃદ્ધ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, ભુજ શહેરના રવાણી ફળિયામાં રહેતા એક વૃદ્ધ (ઉંમર – 60)એ ઘર આંગણે આવેલી વાછરડી સાથે એકલતાનો લાભ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે.
આ ઘટના પછીનો સીસીટીવી વિડિયો સામે આવતા ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીકોને થતા લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને હવસખોર વૃદ્ધને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે વૃદ્ધની પુછતાછ કરતા પોલીસ સમક્ષ વૃદ્ધે આ કૃત્ય કર્યાની કબુલાત પણ કરી લીધી છે. પોલીસે હાલમાં વૃદ્ધની અટકાયત કરી કસ્ટડીમાં રાખી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ વીડિયો સ્થાનિક મહિલાઓએ જોતા ઘટના સામે આવી હતી. જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમ લોકો એક્ત્ર થયા અને વૃદ્ધને સબક શિખવાડવા માટે પોલીસના હવાલે કર્યો.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…