દુનિયાનો સૌથી મોંઘો મસાલો “રેડ ગોલ્ડ”: સોના કરતા પણ મોંધુ છે આ મસાલો, 1 કિલોની કિંમત જાણીને આંખે અંધારા આવી જશે

249
Published on: 4:47 pm, Sat, 2 October 21

વિશ્વમાં એક કરતા વધારે મસાલાઓ છે, જે તેના સ્વાદ માટે પ્રખ્યાત છે, પરંતુ એક મસાલા એવો પણ છે. જે તેની કિંમત માટે ખુબ પ્રખ્યાત થયો છે. તેથી તેને વિશ્વનો સૌથી મોંઘો મસાલા પણ જાહેર કરવામાં આવ્યો છે. આ મસાલાવાળા છોડને વિશ્વનો સૌથી મોંઘો છોડ પણ સાબિત થયો છે. તે ઉગાડનારા મોટા દેશોમાં ભારત સહિત ફ્રાન્સ, સ્પેન, ઈરાન, ઇટાલી, ગ્રીસ, જર્મની, જાપાન, રશિયા, ઓસ્ટ્રિયા, તુર્કિસ્તાન, ચીન, પાકિસ્તાન અને સ્વિટ્ઝર્લન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની ખેતી જમ્મુ-કશ્મીરના જમ્મુ અને પામપુરમાં મર્યાદિત વિસ્તારોમાં કરવામાં આવે છે.

વિશ્વના આ સૌથી મોંઘા મસાલાનું નામ કેસર છે, જેને અંગ્રેજીમાં સેફન પણ કહેવામાં આવે છે. બજારમાં કેસરનો ભાવ પ્રતિ કિલો રૂ. 2.5 લાખથી 3 લાખની વચ્ચે છે. કેસર મોંઘુ થવાનું કારણ એ છે કે, તેના 1.5 લાખ ફૂલોમાંથી માત્ર એક કિલો ડ્રાય કેસર નીકળે છે.

કેસરને ‘રેડ ગોલ્ડ’ તરીકે પણ ઓળખાય છે. કારણ કે, તે સોના કરતા પણ વધારે મોંઘું છે. એવું માનવામાં આવે છે કે, આશરે 2300 વર્ષ પહેલાં, ગ્રીસમાં એલેક્ઝાંડર ગ્રેટની સૈન્ય દ્વારા પ્રથમ વખતઆનું વાવેતર કરવામાં આવ્યું હતું. ક્લિયોપેટ્રા કે જે ઇજિપ્તની રહસ્યમય રાણી તરીકે ઓળખાતી હતી તે પણ તેની સુંદરતા વધારવા માટે કેસરનો ઉપયોગ કરતી હતી.

કેટલાક એવું માને છે કે, કેસરની ઉત્પત્તિ દક્ષિણ યુરોપના દેશ સ્પેનથી કરવામાં આવતી હતી. સ્પેનમાં વિશ્વનું કેસરની સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કેસરના ફૂલોની સુગંધ એટલી તેજ હોય છે કે, આસપાસના વિસ્તારમાંથી સુગંધ આવે છે. તમને જાણીને ચોકી જશો કે, દરેક ફૂલમાં ફક્ત ત્રણ કેસરી નીકળે છે.

કેસરનો ઉપયોગ આયુર્વેદિક પ્રિસ્ક્રિપ્શનો, ફૂડ ડીશમાં અને દેવ પૂજામાં કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ પાન મસાલા અને ગુટખામાં પણ થવા લાગ્યો છે. બ્લડ સપ્રેસન્ટ, લો બ્લડ પ્રેશર મોડ્યુલેટર અને કફની સંહારક તરીકે પણ કેસરને ઓળખવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…