કોઈ પણ દેવી-દેવતાઓની મૂર્તિ ઘરમાં લાવતા પહેલાં જાણી લો આ વાતો, નહીંતર!

318
Published on: 8:57 am, Fri, 20 August 21

આપણે અવારનવાર આવી મૂર્તિઓ લાવતા હોઈએ છીએ. તે માર્ગદર્શક શક્તિના રૂપમાં કામ કરે છે. જો ઘરમાં મૂર્તિ રાખવામાં આવે તો એક ભગવાનની એકથી વધું મૂર્તિઓ ન રાખવી જોઈએ. શું તમે જાણો છો કે પ્રતિમાઓની પણ બંને અસર હોય છે સકારાત્મક અને નકારાત્મક. દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવળ સજાવટની વસ્તુ નથી. દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં લાવવી એ કોઈ નવી વાત નથી. તો ઘરમાં કોઈ પણ મૂર્તિ લાવતા પહેલા જાણી લો આ વાત.

અન્નપૂર્ણા – વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે અન્નપૂર્ણાની મૂર્તિને ઘરમાં સ્થાન આપવા માંગતા હોય તો ચોખાથી ભરેલો જાર કે બરણી કે ડબ્બામાં દેવી અન્નપૂર્ણાની નાની કાંસાની પ્રતિમા મુકવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ભંડાર ભર્યા રહે છે. ખાધે-પીધે કોઈ વાતની ખોટ આવતી નથી. સુખ સંપદા આવતી રહે છે. દેવી અન્નપૂર્ણા એ કુંટુંબ અને પરિવારનું પાલન કરનારા દેવી છે. તે માનવીને ભોજન માટે અન્ન આપે છે. પરિવારનું સારી રીતે નિર્વહન કરે છે.

કુબેર – અલબત્ત તેને ધનપતિ કહેવામાં આવે છે પણ તે ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. માટે જો તેની મૂર્તિને ઘરમાં સ્થાન આપવામાં આવે તો ઉત્તર દિશામાં સ્થાન આપવું જોઈએ. જો તમે ઘરમાં કુબેરની મૂર્તિને સ્થાન આપવા માંગતા હોય તો પહેલાં તો એ જાણી લો કે તે એક રાક્ષસ દેવ છે.

મૈડીસિન બુદ્ધ – એનાથી તેમને ગહન ચિંતનની અવસ્થામાં જવા માટે મદદ મળી હતી. જમણા હાથમાં સુખ તથા નીડરતાનો ભાવ બને છે જે આશીર્વાદ તથા સંરક્ષણનું પ્રતીક છે. મૈડીસિન બુદ્ધની સાથે ધ્યાન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. મૈડીસિન બુદ્ધને કમળના સિંહાસન પર વજ્રાસનમાં બેસાડેલા દેખાડવામાં આવે છે. કમળનું ફૂલ મન તથા ધરતીની પવિત્રતાનું પ્રતિક છે. જ્યારે વજ્રાસનને હીરક આસન પણ કહેવાય છે. ડાબા હાથથી તે પૂર્ણ સંતુલનનો સંકેત કરે છે. અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. તેનાથી પોતાના તેમજ અન્યના ઉપચારમાં સહાયક થાય છે.

શંખ – જો શંખને કોઈ પ્રતિમાની સાથે રાખવો હોય તો તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રતિમાની સાથે રાખવો જોઈએ. તેનાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શંખ માનવામાં આવે છે કે ગણેશ ભગવાન સાથે શંખની તસવીર ન રાખવી જોઈએ. અલબત્ત શંખ અને ગણેશજીની પ્રતિમા શુભ ફળદાયી નિવડે છે. પણ તેને સાથે ન રાખવી જોઈએ.

સિંહ – ચીની સંસ્કૃતિમાં કહેવામાં આવે છે કે પ્રવેશ દ્વાર પર સ્થાપિત સિંહોની જોડી દુર્ભાગ્યની રક્ષા કરે છે. પ્રાણીઓની દુનિયામાં રાજા સિંહને સંગ્રામ તથા શક્તિ માટે ઓળખવામાં આવે છે.

સૂર્ય – શક્ય હોય તો સાક્ષાત સૂર્ય દેવના સવારે દર્શન કરવા જોઈએ. તેમના કિરણો ઘરની સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે. અનેક લોકો ઘરના બારી -બારણા બંધ રાખે છે. આમ તો તેમના દર્શન જ સૌથી મહત્વપૂર્ણ છે. તેમની મૂર્તિની જરૂર નથી. આમછતાં જો તમે સૂર્ય દેવની મૂર્તિને ઘરમાં સ્થાન આપવા માંગતા હોય તો ઘરમાં પૂર્વ દિશામાં સૂર્યની પ્રતિમા કે ચિત્ર લગાવવું જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…