ગાઢ જંગલમાં પણ પોતાના ભક્તની જાન બચાવવા માટે સાક્ષાત પ્રગટ થયા માં ખોડીયાર, જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

758
Published on: 12:24 pm, Tue, 27 July 21

ખોડીયાર માતાએ એવાં ઘણાં પરચા બતાવ્યા છે જેને તમે ક્યારેય નકારી શકતા નથી, સક્ષાત તેઓ ઘણાંને દર્શન આપે છે. તો આજે આપણે એવાં એક માં ખોડીયારના ચમત્કાર વિશે જાણીશું. દરેક લોકો આજે પણ માતા ખોડીયારમાં મન મુકીને શ્રદ્ધા રાખે છે.

કહેવાય છે કે જો તમે સાચા મનથી ભક્તિ કરતા હોય અથવા સાચા મનથી યાદ કરો તો તમારી મુશીબતમાં માતા તમને બચાવવા આવે છે. પાકિસ્તાનમાં માતા ખોડીયારનો એક ભક્ત રહેતો હતો. તે સમયે નવરાત્રી ચાલતી હતી. આથી તે ભકતે નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખ્યા હતા.

પરંતુ તેના ઘરની આજુ બાજુ કોઈ માતાનું મંદિર ન હતું. એક દિવસ તે માતાના દર્શન કરવા માટે તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલ મંદિરે જાય છે. વચ્ચે રસ્તો જંગલમાં થઈને જતો હોવાથી તે બાઇક લઈને મંદિરે ગયો. મંદિરે તો પોહચી ગયો પરંતુ જ્યારે તે ઘરે પરત ફરી રહ્યાં હતાં.

ત્યારે રસ્તામાં આવતા જંગલમાંથી તેણે એક ચીસ સાંભળી. તેને બાજુમાં જોયું તો એક સિંહ તેની બાજુ દોડીને આવી રહ્યો હતો. આવામાં તેને શું કરવું એ કઈ ખબર પડતી નોહતી. આ સમયે પછી તેને માતા ખોડીયારનું નામ લેવાનું શરૂ કર્યું.

જ્યારે સિંહ નજીક આવવાનો થયો ત્યારે તે આંખો બંધ કરીને માતા ખોડીયારનું નામ લેવા લાગ્યો. થોડી વાર પછી અવાજ આવ્યો તો તેને આંખ ખોલી અને જોયું તો ત્યાં અચાનક બાજુમાંથી એક વન વિભાગની ટિમ આવી પોહચી હતી. અને તેમને તેની જાન બચાવી લીધી હતી.

ત્યારે તેને ટીમને પૂછયું તો તેમને જણાવ્યું કે અમે અહીં નવા છીએ અને રસ્તો ભટકી ગયા હતા. આમ માં ખોડલ પોતાનાં ભક્તોને ક્યારેય એકલાં મુકતા નથી અને હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…