કે.લાલ જાદુગરે પ્રમુખસ્વામી મહારાજને આપેલા એક વચનના કારણે 50 લાખની ઓફર ફગાવી દીધી હતી, 99% લોકો નહીં જાણતા હોય આ ઘટના

377
Published on: 12:09 pm, Thu, 19 August 21

કે.લાલ જાદુગરણે તો બધા જાણતા જ હશો, તેના જાદુગર જોવા માટે લોકો ઉમટી પડતા. આજે આપને આ કે.લાલ જાદુગર અને પ્રમુખસ્વામી મહારાજનો જ એક અનોખા પ્રસંગ વિશે વાત કરીશું. જેની વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય. એકવાર સંતો અને કે.લાલ જાદુગર ભેગા થયા હતા. ત્યારે વાત વાતમાં કે.લાલ જાદુગરએ જણાવ્યું કે મને એક ગુટકા બનાવતી કંપનીએ એડ માટે પ્રસ્તાવ મુક્યો હતો,

અને તે કંપની મને 11 સેકન્ડની એડ માટે 25 લાખ રૂપિયા આપતી હતી. તો કે.લાલ જાદુગર એ આ એડ કરવાની ના પડી દીધી. જયારે આ વાતની જાણ કંપનીના એક મોટા અધિકારીને થઇ તો તેમને ફરીવાર કે.લાલ જાદુગરને કહ્યું કે અમે તમને આ એડ કરવાના 50 લાખ રૂપિયા આપીશું.

તો પણ કે.લાલ જાદુગરે આ એડ કરવાની ના પડી દીધી. તો કંપનીના લોકોએ કે.લાલ જાદુગરને કહ્યું કે તમે કેમ આ એડ કરવાની ના પાડો છો. જો કોઈ વાત હોય તો આપણે મળીને તેનું નિરાકરણ લાવીએ. તો કે.લાલ જાદુગરે કહ્યું કે આનું કોઈ નિરાકરણ આવે એમ નથી.

કંપનીના લોકોએ પૂછ્યું કે એવું તો શું કારણ છે. કે.લાલે કહ્યું કે હું એકવાર શો કરવા માટે આણંદ ગયો હતો. ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ આણંદમાં છે. તો હું ત્યારે તેમને મળવા ગયો હતો. ત્યારે મેં તેમને મારો શૉ જોવા આવવા માટે ખુબજ આજીજી કરી હતી.

કારણ કે મારુ સપનું હતું કે પ્રમુખસ્વામી એકવાર મારો શો જોવા માટે આવે અને હું આ મોકો હાથથી જવા દેવા નહતો માંગતો. મારી વિનતી પર તે મારો શો જોવા આવવા માટે રાજી થઇ ગયા અને તેમને મારો શો સારો લાગ્યો. ત્યારે તેમને મને જતા જતા કહ્યું કે

કે.લાલ તમારો શો જોવા માટે હજારો લોકો આવે છે. તો તમે તમારા શો માં લોકોને વ્યસન મુક્તિ તરફ વાળો તો સારું રહેશે. ત્યારે મે પ્રમુખસ્વામી મહારાજને વચન આપ્યું હતું કે જેટલી બનશે એટલી કોશિશ કરીશ કે લોકો વ્યસન મુક્ત બને,

માટે જો આજે હું આ એડ કરું તો તમે માત્ર મને 50 લાખ રૂપિયા આપશો પરંતુ મે પ્રમુખસ્વામી મહારાજને આપેલું વચન તૂટી જશે અને તેણે મારા પર મુકેલો વિશ્વાસ પણ, તેથી જ હું 50 લાખ રૂપિયાની લાલચમાં તમારી એડ માં કામ નહીં કરી શકું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…