માત્ર આ એક કામ કરવાથી દરેક સમસ્યા અને કંકાશ દુર કરશે માં તુલસી, જાણો એક ક્લિક પર

192
Published on: 5:05 am, Sun, 28 March 21

દરેક વ્યક્તિના ઘરમા તુલસી માતાની નિયમિત પૂજા કરવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, જે પણ ઘરમા તુલસી નો છોડ હોય છે ત્યા દેવી-દેવતાઓની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે છે. જ્યોતિષશાસ્ત્રની માનીએ તો તુલસીના અમુક વિશેષ ઉપાય કરીને તમે કુંડળીદોષ અને દુર્ભાગ્યમાંથી મુક્તિ મેળવી શકો છો, તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. હિંદુ ધર્મમા તુલસીના છોડને ઈશ્વરનો દરજ્જો આપવામા આવ્યો છે. આપણા શાસ્ત્રોમા તેને પવિત્ર છોડ તરીકે માન્યતા આપવામા આવી છે.

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

હિન્દુશાસ્ત્ર મુજબ એક માસમા બે એકાદશી આવે છે. જો તમે આ બંને એકાદશી પર પ્રભુ નારાયણ અને માતા તુલસીની પૂજા કરો છો અને આ પૂજા દરમિયાન તુલસી માતાની સામે તેલ અથવા ઘી નો દીવડો પ્રજવલિત કરી તેમની પાસે કુમકુમ, આભૂષણ, ચાંદલા, બંગડી, લાલ સાડી અને ચુનરી જેવી વસ્તુઓ અર્પણ કરો છો તથા મિષ્ટાન્ન અને કાચા દૂધ નો ભોગ પણ લગાવો છો તો તમારા દુર્ભાગ્યનો અંત થઇ જશે અને તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધી જશે. જો તમને પોતાના સંતાન તરફથી કોઈ પીડા પહોંચી રહી છે તો આ ઉપાય તમારા કામ આવશે. તમારા ઘરના પ્રાંગણ અથવા તો ધાબા પર તુલસી નો છોડ લગાવો. આ કાર્ય કરતા જ તમારા ઘરમા હાજર તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થઈ જશે.

જો તમારુ બાળક જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવનુ હોય તો આ છોડ પૂર્વ દિશામા લગાવો. આ સિવાય તમારા બાળકમા નિયમિત તુલસીના છોડની પૂજા કરવાની આદત કેળવો જેથી તેનો સ્વભાવ એકદમ શાંત થઈ શકે છે. તમારા ઘર પર સંકટોનો પહાડ તૂટી પડ્યો છે તો તણાવ જરાપણ ના લેશો. દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી તુલસીમાતાને જળ અર્પણ કરો અને ત્યારબાદ સંધ્યાકાળે એમની સમક્ષ એક દીવડો પ્રગટાવો. ત્યારબાદ બે હાથ જોડી તુલસીમાતા તે પોતાના દુઃખો ની ચર્ચા કરો. તેમને વિનંતી કરો કે તે તમારા બધા જ દુઃખ દૂર હરી લે. જો તમે નાણા સાથે સંકળાયેલી સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તણાવ જરાપણ નાં લેશો. શુક્રવારના શુભ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને એક સિક્કો અર્પણ કરો. હિન્દુ ધર્મ અને શાસ્ત્ર મુજબ, તુલસીના 8 નામોનો ઉલ્લેખ છે. જે આ નામોનો જાપ કરે છે તેને ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

જો ઘણા પ્રયત્નો છતાં વ્યવસાયમાં કોઈ વૃદ્ધિ ન થાય તો આ ઉપાય અજમાવવો જોઇએ. આ ઉપાય કરવા માટે તમારે તુલસીની જરૂર છે. તમે કોઈપણ ગુરુવારે આ ઉપાય કરી શકો છો. જો તમે ગુરુવારે કાળા તુલસીના કેટલાક પાંદડા કાપીને તેને પીળા કપડામાં બાંધી દો અને તમારા વ્યવસાય સ્થળે રાખશો તો તમારો ધંધો વધશે. હરલી એક ખાસ વસ્તુ છે જે તુલસીની નજીક ઉગે છે કારણ કે તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને આપણે અનુમાન કરી શકીએ છીએ કે તુલસીની આજુબાજુની હરિયાળીની કેટલી પ્રભાવિત હશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…