જૂલાઈ મહિનામાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન

118
Published on: 10:57 am, Fri, 2 July 21

ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે એકાએક વરસાદ ગુજરાતમાં ગાયબ થઈ ગયો છે. અને ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકો ક્યારે વરસાદ આવશે તેની રાહ જોઈએ રહ્યા છે. અંબાલાલ પટેલે ગુરુવારે જુલાઈ મહિનામાં વરસાદ અંગે આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે જુલાઇમાં દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. તો બીજી તરફ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના ભાગમાં સામાન્ય વરસાદ રહે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં સામાન્ય 94થી 106 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે સાંજે ભારે વરસાદ પડ્યો હતો.

આ સાથે, વિભાગે કહ્યું કે, આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ‘લૂ’ ની પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. વિભાગે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હીટવેવની સ્થિતિ નોંધાઈ હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…