તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોના જેઠાલાલે જાહેરમાં જ કહ્યું કે- મને દયા(દિશા વાકાણી)ની આ આદત જરાય પસંદ નથી પરંતુ…

286
Published on: 5:00 am, Sun, 27 June 21

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેના અંગત જીવન વિશે જાણવા માંગે છે. દિલીપ જોશી અને દિશા વાકાણીની જોડી હાલમાં ઘરે ઘરે પ્રખ્યાત છે. તેમની કેમિસ્ટ્રીની સાથે તેમની સ્ટાઇલને પણ પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી.

બંનેની જોડી જેટલી સ્ક્રીન પર સારી હતી રિયલ લાઈફમાં પણ બન્નેને એટલું જ સારુ બને છે. આ વાત ખુદ દિલીપ જોશીએ દિશા વાકાણીની સામે કરી હતી. દિલીપ જોશી અને દિશા વાકાણીએ એક ઇન્ટરવ્યૂમાં એકબીજાની સારી અને ખરાબ આદતો વિશે જણાવવાનું કહેવામાં આવ્યું હતું.

આવી સ્થિતિમાં દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે દિશા વાકાણીની કઈ આદત તેમને સૌથી વધુ ખરાબ લાગે છે. દિલીપ જોશીએ આ વિશે જણાવ્યું હતું કે, “હું તેની આ જ આદતને પસંદ પણ કરું છું અને નાપસંદ પણ કરું છું. તે ક્યારેય ફરિયાદ નથી કરતી. ઘણી વાર લોકોએ ફરિયાદ કરવી જોઈએ જો તે અસ્વસ્થતા અનુભવતા હોય તો તેઓએ અન્ય મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય આપવો જોઈએ.

પરંતુ તે ક્યારેય કોઈ જાતની ફરિયાદ નથી કરતી. બીજી તરફ, દિશા વાકાણીએ દિલીપ જોશીની આદતો વિશે જણાવ્યું હતું કે, “દિલીપ જી વિશે મને જે ગમે છે તેમાં સૌથી વધારે એ વાત છે કે તે તેના પરિવારની સંભાળ ખુબ રાખે છે. તેમનામાં કશું જ એવું નથી કે જેને નાપસંદ કરી શકાય. ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ પોતાની અને દિશા વાકાણીના બોન્ડ વિશે પણ ઘણી વાતો કરી હતી. તેમણે કહ્યું, “અમને એકબીજા પ્રત્યે ઘણું માન છે અને અમે ખૂબ વ્યાવસાયિક પણ છીએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…