આજે છે પિતૃપક્ષમાં શિવપૂજાનું પર્વ: આ રીતે પૂજા કરવાથી દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીની અસીમ કૃપા વરસશે

282
Published on: 11:53 am, Mon, 4 October 21

આજના દિવસે પ્રદોષ વ્રતનું પાલન કરવામાં આવે છે ત્યારે આપને જણાવી દઈએ કે, આ વ્રતને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. હિંદુ પંચાંગ ઉજ્બ પ્રદોષ વ્રત આજના દિવસે જ છે ત્યારે શિવ પુરાણમાં જણાવાયું છે કે, સુદ થા વદ પક્ષની તેરસમી તિથિ એટલે તેરસના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા પ્રદોષ કાળમાં કરવાની પરંપરા રહેલી છે.

ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે કે, પ્રદોષ કાળમાં ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે તેમજ પ્રસન્ન મુદ્રામાં રહે છે. પ્રદોષને શિવપૂજાનો પર્વ પણ કહેવાય છે. આજનાં દિવસે થતું વ્રત તથા શિવપૂજાનું અનેક ગણું પુણ્ય મળે છે. પ્રદોષમાં થતી પૂજા શ્રાવણમાં થતી શિવ પૂજા સમાન ફળ મળે છે. પિતૃપક્ષ  વખતે આવતી તેરસની તિથિએ શિવજીની પૂજા કરવાથી રોગ અને દોષ દૂર થાય છે.

પ્રદોષ વ્રતનું અનેરું મહત્ત્વ:
પ્રદોષનું વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે તેમજ આયુષ્ય પણ વધે છે. આ દિવસે વ્રત તથા પૂજા કરવાથી પરિણીતા સ્ત્રીઓની મનોકામનાઓ પૂરી થાય છે તથા સુખ-સમૃદ્ધિ મળે છે. આ વ્રત દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે ફળદાયી માનવામાં આવે છે.

પ્રદોષ વ્રતની વિધિ:
પ્રદોષ વ્રતની પૂજા સૂર્યાસ્તથી 45 મિનિટ અગાઉ તથા સૂર્યાસ્તની 45 મિનિટ સુધી કરાય છે. આ સમયગાળાને પ્રદોષકાળ કહેવામાં આવે છે. પ્રદોષના દિવસે સૂર્યાસ્ત વખતે સ્નાન કરીને શિવ મૂર્તિ સામે અથવા તો પૂર્વ તેમજ ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ.

હાથમાં જળ ફૂલ-ફળ તથા ચોખા લઈને “મમ શિવ પ્રસાદ પ્રાપ્તિ કામનયા પ્રદોષ વ્રતાંગી ભુતમ્ શિવપૂજનં કરિષ્યે” આ સંકલ્પ લઈને ભસ્મનું તિલક તથા રૂદ્રાક્ષની માળા પહેરાવીને શિવજીની પૂજા કરવી જોઈએ. સોમ પ્રદોષનું વ્રત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

આની સાથોસાથ જ વદ પક્ષમાં સોમ પ્રદોષનું મહત્ત્વ વધુ રહેલું હોય છે ત્યારે આજનાં દિવસે ભગવાન શિવજીની પૂજા સાથે-સાથે જ માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. મહિલાઓ માતા પાર્વતીને લાલ ચુંદડી તથા સુહાગનો સામાન ચઢાવવામાં આવે છે.

સોમ પ્રદોષ વ્રત કથા:
આ વ્રતને લઈ કેટલીક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. આ એક કથા મુજબ એક બ્રાહ્મણીએ આ વ્રત તથા પૂજાના ફળથી વિદર્ભના ભટકેલાં રાજકુમારનું દુઃખ ભગવાન શિવની કૃપાથી દૂર કરવામાં સફળતા મેળવી હતી. આની સાથોસાથ બ્રાહ્મણીના પ્રદોષ વ્રતના પ્રભાવથી દુઃખના દિવસો દૂર થયા હતાં.