માં લક્ષ્મીના આ મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે સોના-ચાંદીના ઘરેણાઓ

94
Published on: 5:24 am, Fri, 19 March 21

મિત્રો, આપણે બધા મંદિરો માં દેવ દર્શન માટે જાયેઈ જ છીએ અને પ્રસાદી પણ ખાશું પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પ્રસાદી તરીકે મળે છે સોનાનાં દાગીના…જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાનના આશીર્વાદ માંગવાની સાથે આપણે ઘરે પ્રસાદ લઈને આવીએ છીએ. પણ પ્રસાદમાં સોના- ચાંદીના ઘરેણા અને રૂપિયા મળે એ વાત તમને માન્યામાં નહિં આવે. મધ્યપ્રદેશના રતલામ શહેરમાં માણેકમાં મહાલક્ષ્મીનું પ્રાચીન મંદિર છે. જ્યાં પ્રસાદમાં ભક્તોને ઘરેણાં આપવામાં આવે છે. આવો જાણીએ આ મંદિરની વિશેષતાઓ વિશે..

અહિં ભરાય છે કુબેરનો દરબાર
દિવાળીના દિવસે આ મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. ધનતેરસ પર મહિલા શ્રદ્ધાળુઓને અહિં કુબેરની પોટલી આપવામાં આવે છે. અહિં આવનારા કોઈ ભક્તને ખાલી હાથે પાછા મોકલવામાં આવતા નથી. એવી માન્યતા છે કે મહાલક્ષ્મીના આ મંદિરમાં નોટ મૂકવાથી વર્ષ ભર ઘરમાં ધનની કમી નથી રહેતી અને રસોડાંમાં પણ બરકત રહે છે.

પાંચ દિવસ આ ઉત્સવમાં આ મંદિરમાં કુબેરનો ભંડાર પણ લગાવવામાં આવે છે. વર્ષ ભર ભક્તજનો અહિં આવીને કરોડો રૂપિયા, ધરેણાં, જવેરાત અને રોકડ ચઢાવે છે. અહિં મળતા પ્રસાદને લોકો શુકન ગણીને હમેઁશા પોતાની પાસે રાખે છે અને ક્યારેય ખર્ચ નથી કરતા. આ ઘરેણાં અને રૂપિયાથી માનો દરબાર સજાવવામાં આવે છે પછી આ ઘરેણાં જ ફરીથી પ્રસાદના રૂપમાં ભક્તોને આપવામાં આવે છે.

ફૂલો અને ઝાલરોથી આ મંદિરમાં નથી થતી સજાવટ
આમ તો અહિં વર્ષ ભર ભક્તો ઉમટતા રહે છે. પણ દિવાળીના અવસર પર અહિં ધનતેરસથી ભાઈભીજ સુધી પાંચ દિવસ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. એ દરમિયાન આ મંદિરમાં ઘરેણાં અને રૂપિયાથી સજાવવામાં આવે છે. દિવાળી પછી રેકોર્ડને આધારેજ ભક્તોને તેમના ઘરેણાં અને રૂપિયા પ્રસાદ તરીકે પાછા આપવામાં આવે છે.

ભક્તજનો માને છે કે આમ કરવાથી માતા લક્ષ્મી હમેઁશા તેમના ઘરોમાં પોતાની કૃપા વરસાવે છે. મંદિરમાં ઘરેણાં અને રૂપિયાને ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહિં ભક્તોની ભેંટને રજિસ્ટરમાં નોંધાવવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…