માં દુર્ગાના આ મંદિર સાથે જોડાયેલું છે એક અનોખું રહસ્ય, અહિયાં સાંજે ભટકે છે આત્મા

160
Published on: 5:57 am, Mon, 26 April 21

આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ. ત્યાં જઈને આપણે ભગવાન ની ઉપાસના અને પૂજા કરીએ છીએ. આવી જ રીતે આજે અમે તમને એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ ત્યાં જતા લોકોના મનમાં હંમેશા ડર રહે છે ત્યાં માતાજી હોવા છતાં લોકો ડરે છે, તો ચાલો જાણીએ શું આ મંદિરનું રાજ. આ મંદિર બહુ પ્રાચીન અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ મંદિરને લઈને એક અજીબ પ્રકારની માન્યતા છે કે સંધ્યા સમયે આ મંદિરમાં કોઈ આવે છે. આપણા દેશમાં બધા પ્રખ્યાત મંદિરો કોઈના કોઈ માન્યતા અને ચમત્કાર સાથે જાડોયેલા છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશમાં છે. દેવાસ જીલ્લામાં આવેલું માં દુર્ગાનુ આ મંદિર છે.

મંદિરને લઈને આ છે માન્યતા
પૌરાણિક કથાઓ અનુસાર, આ મંદિરનું નિર્માણ દેવાસના મહારાજાએ કરાવ્યું હતું. પરંતુ મંદિર બનાવ્યા પછી અંહી દુર્ઘટનાઓ શરૂ થવા લાગી હતી.

અંહી એક સ્ત્રીની આત્મા ભટકે છે
સ્થાનિક લોકોનું માનવું છે કે, અહીં સાંજે સફેદ સાડીમાં એક સ્ત્રીની આત્મા આવે છે અને તેના સિવાય અહીં કોઈ બીજુ નથી દેખાતું.

અહીં રાજકુમારીનું થયું હતું મૃત્યુ
દેવાસના મહારાજાની પુત્રીને સેનાપતિ સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ રાજાને આ વાત મંજૂર ન હતી કે રાજકુમારી તેના સેનાપતિ સાથે રહે. રાજાએ પોતાની પુત્રીને મહેલમાં બંદી બનાવી હતી. સેનાપતિથી અલગ થયા પછી રાજકુમારીનું થોડાક સમયમાં મૃત્યુ થયું હતું. આ સમાચાર મળ્યા પછી સેનાપતિએ પણ દુર્ગાના આ મંદિરમાં પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા.

સેનાપતિ દ્વારા આ મંદિરમાં પ્રાણ ત્યાગ કરવામાં આવ્યા પછી પુરોહિતના રાજાએ આદેશ આપ્યો હતો કે આ મંદિર અપવિત્ર છે. એટલા માટે અહીં જૂની મૂર્તિ હટાવીને નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. ત્યારથી અહીં કંઈના કઈ દુર્ઘટના શરૂ થવા લાગી છે. કેટલાંક લોકોનું એવુ કહેવું છે કે, અહીં ભોગમાં દેવી દુર્ગાને બલિ આપવામાં આવે છે. સાંજ થયા પછી અહીં એક મહિલાની આત્મા ભટકે છે. જો કે, અત્યાર સુધી અહીં આત્મા હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…