આ મંદિરમાં શ્રી કૃષ્ણ સાથે રાધાજી નહિ પરંતુ પૂજાય છે મીરાંબાઈ, જાણો તેનું રહસ્ય

164
Published on: 4:31 am, Tue, 27 April 21

શ્રીકૃષ્ણ સામાન્ય રીતે હમેંશા રાધાની સાથે દેખાય છે. રાધા રાણી સાથે જ કૃષ્ણનું નામ લખવામાં આવે છે. બધા જાણતા જ હશે કે ભગવાન કૃષ્ણના દરેક મંદિર માં કૃષ્ણજી સાથે જોવા મળે છે રાધારાણી પરંતુ આ જગ્યા એવી છે જ્યાં શ્રી કૃષ્ણ સાથે જોવા મળે છે મીરાંબાઈ. ચાલો જાણીએ શું છે આ જગ્યાનું રહસ્ય. અહિં કૃષ્ણ અને મીરાંબાઈની પૂજા થાય છે.

પણ રાજસ્થાનમાં એક એવું મંદિર છે કે જેમાં દેવી રાધા નહિં પણ કૃષ્ણ સાથે તેમની ભક્ત મીરાબાઈ જોવા મળે છે. તેથી જ આ મંદિરનું નામ જગત શિરોમણિ રાખવામાં આવ્યું છે. આ મંદિર આમેરના કિલ્લાની બિલકુલ પાસે છે. આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1599 શરૂ થયું અને 1608માં આ મંદિર બનીને તૈયાર થઈ ગયું.

એનું નિર્માણ હિંદૂ વાસ્તુ શિલ્પ પર આધારિત છે. મહારાણીની ઈચ્છા હતી કે તેમના પુત્રને આ મંદિરના દ્નારા સદીઓ સુધી યાદ રાખવામાં આવે. આ મંદિર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ જગત શિરોમણિ મંદિર છે. આમેરનું આ મંદિર પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર છે.

આ મંદિરના નિર્માણ મહારાજા માનસિંહ પ્રથમ પત્ની મહારાણી કનકવતી પોતાના પુત્ર જગતસિંહની યાદમાં બનાવડાવ્યું હતું. આ મંદિરમાં મીરાબાઈ ભગવાન કૃષ્ણ તથા ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જન્માષ્ટમી પર આ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ મંદિરને લઈને રાજસ્થાનમાં અનેક કથાઓ પ્રચલિત છે. જેમાં કહેવાયું છે કે મંદિરમાં સ્થાપિત શ્રીકૃષ્ણની મૂર્તિ એ જ છે જેની પૂજા ખુદ મીરાબાઈ કરતા હતા. મુગલ સૈનિક શ્રીકૃષ્ણની આ પ્રતિમાનો નાશ કરી દેવા ઈચ્છતા હતા પણ આમેરના શાસકોએ તેની રક્ષા કરી હતી.

હવે આ મૂર્તિ જગત શિરોમણિ મંદિરમાં લગાવવામાં આવે છે. મંદિરમાં મીરાજીની મૂર્તિની સાથે જ આ મૂર્તિને રાખવામાં આવી છે. મીરાબાઈ એક રાજપૂત કન્યા હતા. જેમના વિવાગ રાજા ભોજની સાથે થયા હતા. પણ તેમને ભગવાન કૃષ્ણને જ પોતાના પતિ માની લીધાં હતા. તેથી અહિં શ્રીકૃષ્ણની સાથે તેમની પૂજા પણ અહિં થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…