કોરોના બેકાબૂ બનતાં અનેક રાજયના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાને કરેલી મીટીંગમાં લેવાયો મોટો નિર્યણ, જાણો લોકડાઉન..!

217
Published on: 4:58 am, Fri, 7 May 21

દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક સાબિત થઈ છે અને નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી પણ આપી દીધેલી છે. ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે જ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે તેમ કહ્યું હતું. જો કે, તેમના મતે કોરોનાની ત્રીજી લહેર ક્યારે ત્રાટકશે તેનો અંદાજો ન લગાવી શકાય. દેશમાં કોરોના બેકાબૂ બનતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

આ કારણે શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. વડાપ્રધાને તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડના મુખ્યમંત્રીઓની સાથે-સાથે પુડ્ડુચેરી અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે પણ વાતચીત કરી હતી. ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે.

ઓક્સિજન અને બેડની તંગી વચ્ચે કોરોનાના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોએ પહેલેથી જ પોતાના ત્યાં લોકડાઉન, કર્ફ્યુ, નાઈટ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પગલા ભર્યા છે અને આ બધા વચ્ચે દેશમાં સંપૂર્ણ લોકડાઉન અંગે ચર્ચા થઈ રહી છે.

મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રતિબંધો લાગુ છે. આ તરફ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડૉ. એન્ટની ફાઉચીએ પણ ભારતે પોતાની વર્તમાન સ્થિતિનો સામનો કરવા તમામ તાકાત કામે લગાવવી પડશે તેમ કહ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…