કોરોના મહામારી વચ્ચે સુરતમાં કોવીડ હોસ્પિટલના ICUમાં આગ લાગતા 10 કોરોના દર્દીઓ!

168
Published on: 4:25 am, Mon, 26 April 21

હાલ કોરોના મહામારી ચાલી રહી છે, આ મહામારીમાં કોરોના કેસોમાં વધારો થતાં ઓક્સિજનની ખુબ જ અછતથી લોકોમાં મૃત્યુ આંક ખુબ વધી રહ્યો છે, આ બધા વચ્ચે કોવીડ હોસ્પિટલમાં એક બીજી આફત આવી પડી. સુરતમાં મોટી આફત ટળી છે.

સુરતમાં એકબાજુ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે રવિવારે રાતે 11.40 કલાકની આસપાસ આયુષ ડૉક્ટર હાઉસ કોવિડ હૉસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી.  હૉસ્પિટલનાં પાંચમાં માળે અચાનક લાગેલી આગમાંથી ફાયર વિભાગે 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને સ્મીમેર અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

સુરત રેલવે સ્ટૅશન ખાતે આવેલી સાંકડી જગ્યામાં આવેલી આયુષ હૉસ્પિટલના પાંચમા માળે આવેલ આઈસીયુમાં કોરોના 10 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા હતા. ત્યાં અચાનક રાત્રે એસીમાં શોટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગ લાગતા હૉસ્પટિલમાં દોડધામ મચી ગઇ હતી. હૉસ્પિટલમાં આગ લાગ્યાની ખબર મળતા જ દર્દીઓના સંબંધીઓ પણ હાંફળાફાફળા થઇને હૉસ્પિટલ બહાર આવી ગયા હતા.

સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી. પહેલા આઈસીયુમાં આગને લઈને ધુમાડા બાદ આગ ફેલાતા આઈસીયુમાં કોરોના દર્દી સારવાર લઇ રહ્યાં હતા તેમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ત્યાં હાજર લોકોએ ફાયર વિભગાને આપતા ફાયરનો મોટો કાફલો બનાવવાળી જગ્યા પર બેથી ચાર મિનિટમાં પહોંચી જતા હાશકારો અનુભવાયો હતો.

ધુમાડા વચ્ચે લાગેલી આગને લઈને આઈસીયુમાં ફસાયેલા 10 જેટલા દર્દીનું ફાયર વિભાગે રેસક્યુ કરી આ તમામ દર્દીને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. હૉસ્પિટલમાં અચાનક આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફાયરના સાઇરન અને એમ્યુલન્સ સાઇરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આગ હૉસ્પિરલ અને તેમાં પણ કોરોનાની સારવાર માટે દાખલ એવા આઈસીયુમાં લાગી હોવાના મેસેજને કારણે પોલીસ સાથે મનપા કમિશનર સાથે રાજકીય આગેવાન પર તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…