દુકાળમાં પણ ‘માટેલીયા ધરા’માં ક્યારે સુકાતુ નથી પાણી, જાણો ખોડીયાર માં ના પરચાઓ વિશે

225
Published on: 9:21 am, Fri, 21 May 21

જાણો માં ખોડલ ના માટેલીયા ધરાના ચમત્કારો આ ધરામાં ક્યારેય પાણી સુકાતું નથી જાણો તેનું રહસ્ય, મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે, જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે. ગુજરાત એક એવું રાજય છે.

જયાં અનેક કથા, લોકકથા, જે શ્રદ્વા સાથે જોડાયેલી છે, અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય, ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા હોય જ, આવી છે એક કથા જે માટેલીયા ધરાના નામે ઓળખાય છે. ચાલો જોઈએ ટે કથા…

કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ માટેલ ગામમાં આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી, માટેલ ગામના લોકો એજ ધરાનું પાણી પીવે છે, અને તે પણ ગરણામાં ગાળ્યા વગર પીવે છે. તમને જણાવી દઈએ કે, માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે,

મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈ, આ ત્રણેય માં ખોડલની બહેનો તરીકે ઓળખાય છે અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે, ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે, તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.

કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું પાણી કયારેય સુકાયું નથી, અને મંદિર દેખાયું નથી, એકવાર એક રાજાએ તે પ્રયાસ કર્યો પણ, માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…