કેદારનાથ ધામમાં ભગવાન શિવ શ્રાવણ માસમાં શિવલિંગ સ્વરૂપે નહીં, પરંતુ ભક્તોને આપે છે આ રૂપમાં દર્શન

249
Published on: 11:28 am, Thu, 12 August 21

કેદારનાથને સ્વર્ગ માનવામાં આવે છે અને ત્યાં ભગવાન શિવ આપે છે સાક્ષાત દર્શન તેવું કહેવામાં આવે છે. શિવને સંહારના દેવતા માનવામાં આવે છે, એટલે મહાદેવ પાપોનો નાશ કરી જગત કલ્યાણ કરે છે. પૃથ્વીલોક પર શિવ અનેક જગ્યા પર વિરાજમાન છે. ક્યાંક દેવાધિદેવ સ્વયંભુ રૂપમાં પ્રકટ થયા છે તો ક્યાંક વેદોક્ત મંત્રોથી એની શિવલિંગ રૂપ માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એવું જ એક પૌરાણિક મંદિર હિમાલય ના બર્ફીલા વિસ્તાર માં સ્થિત કેદારનાથ છે.

જ્યાં શિવ સ્વયંભુ રૂપમાં પ્રગટ થયા છે. દ્વાદશ જ્યોર્તિલિંગો માં કેદારનાથની ગણના કરવામાં આવે છે. હિમાલયમાં વિરાજમાન છે કેદારનાથ ભગવાન કેદારનાથના હિમાલયમાં વિરાજમાન થવાની કથા પણ મોટી વિચિત્ર છે. મહાદેવનું નિવાસ હિમાલયનો કૈલાશ પર્વત માનવામાં આવે છે. માન્યતા છે કે કેદારનાથમાં શિવ પ્રતિમા અને લિંગ બંને જ રૂપ માં વિરાજમાન નથી.

તો આખરે આ પૌરાણિક તીર્થ માં શિવ ક્યાં રૂપ માં વિરાજમાન છે અને એમના ભક્તો ને ક્યાં રૂપ માં દર્શન આપે છે? એના માટે સદીઓ પહેલા મહાભારત કાળ માં જવું પડશે. પાંડવ પપ્રાયશ્ચિત કરવા ગયા હતા કાશી કેદારનાથની કહાની મહાભારતથી શરુ થાય છે. માન્યતા છે કે મહાભારતના યુદ્ધમાં વિજયી થવા પર પાંડવ ભ્રાતૃહત્યાના પાપથી મુક્તિ મેળવવા માંગતા હતા. પ્રાયશ્ચિત કરવાની પહેલા પાંડવ મહાદેવ ના આશીર્વાદ લેવા માંગતા હતા, પરંતુ શિવજી મહાભારત યુદ્ધ ના કારણે ખુબ નારાજ હતા.

પાંડવ જયારે શિવદર્શન માટે કાશી ગયા તો શિવ કાશીને છોડીને હિમાલય જતા રહ્યા. પાંચેય પાંડવ પણ મહાદેવ ના દર્શન માટે કાશીથી પ્રસ્થાન કરી ગયા અને એને શોધતા શોધતા હિમાલય પર્વત પર પહોંચી ગયા. કારણ કે મહાદેવ પાંડવોથી નારાજ હતા અને એને દર્શન આપવા માંગતા ન હતા, તેથી તે છુપાઈને કેદાર જતા રહ્યા. પાંડવ પણ એની પાછળ પાછળ કેદાર પહોંચી ગયા.

ભીમએ ઓળખ્યા હતા શિવ ને પાંડવો નો પીછો કરતા જોઇને ભગવાન શંકર એ બળદનું રૂપ ધારણ કરી લીધું અને તે અન્ય પશુઓ ના ઝુંડ માં ભળી ગયા. પાંડવો શિવને પશુઓ માં સાથે મળવાનો સંદેશ મળી ગયો હતો તેથી ભીમ એ એમનું વિશાળ રૂપ ધારણ કરી બે પહાડો પર ફેલાવી દીધું. પશુઓ ના ઝુંડ માં શામિલ બીજા પશુઓ તો નીકળી ગયા, પરંતુ બળદ નું રૂપ ધારણ કરેલ શંકરજી ભીમના પગની નીચેથી જવા તૈયાર થયા નહિ.

ભીમ એ તરત એને ઓળખી લીધા અને એને પકડવા માટે ઝાપટા શિવ એ ભીમ ની મંશા ને માપી લીધી અને તે છુપાવવા લાગ્યા. ત્યારે ભીમએ એને પાછળથી પકડી લીધા. જયારે શિવજી એ પાંડવો ની શ્રદ્ધા અને અપાર ભક્તિ ને જોઈ તો તે પ્રસન્ન થયા અને એમણે પાંડવો ને યુદ્ધ ના પાપો થી મુક્ત કરી દીધા. એ સમય થી ભગવાન શંકર બળદ ની પીઠ ની આકૃતિ-પીંડ ના રૂપમાં શ્રી કેદારનાથમાં પૂજવામાં આવે છે. આમ, ભગવાન શિવ કેદારનાથમાં બળદના રૂપમાં દર્શન આપે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…