“મનિષા વગર હું જીવી શકતો ન હતો અને રોજ મરી રહ્યો હતો…- કહીને યુવકે તેની બંને પુત્રી સાથે કર્યો આપઘાત 

505
Published on: 2:26 pm, Sun, 19 September 21

તાજેરતમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. નજીવી બાબતે લોકો આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરતા હોય છે. ત્યારે ફરીવાર કલોલ તાલુકાના પલસાણાના યુવકે બે પુત્રીઓ સાથે રામનગરની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીનો મોતનો આઘાત સહન ન થતા યુવકે ગુરૂવારે બપોરે બે પુત્રીઓ સાથે કેનાલમાં ઝપલાવી દીધું હતું. પલસાણાના પ્રજાપતિ વાસમાં રહેતાં ભાવેશ એમ પ્રજાપતિ નામના યુવકની પત્ની મનિષાએ એક મહિના પહેલાં જ ઝેરી દવા પીયને આપઘાત કરી લીધો હતો. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુવકે આપઘાત પહેલાં સુસાઈડ નોટ લખી છે જેમાં તેણે લખ્યું છે કે,‘ મનિષા વગર હું જીવી શકતો ન હતો અને રોજ મરી રહ્યો હતો, એટલે મે આ પગલું ભર્યુ છે.

મારી છોકરીઓને મારી સાથે લઈ જાવ છું. કારણ કે, એમની જીંદગી મમ્મી વગર કેવી રીતે જાય અને કોઈના ઉપર મારી દીકરીઓ બોજ ન બને. જાણવા મળ્યું છે કે, ઘરના માનસિક તણાવ ભરેલા વાતાવરણના કારણે અમારે બંનેને અલગ રહેવું હતું પણ અને રહેવા દેવાયા નહી. માટે મનિષાએ આ પગલું ભર્યું અને મે પણ ભર્યું.’ ઉલ્લેખનીય છે કે, 35 વર્ષીય ભાવેશ પ્રજાપતિ સવારે 11 વાગ્યે પોતાની 5 અને 3 વર્ષની બંને દીકરીઓને લઈને નીકળી ગયો હતો. ઓનલાઈન અભ્યાસ માટે ઝેરોક્ષ કરાવવાનું કહીંને નીકળેલા યુવકે રામનગરની કેનાલમાં જઈને ઝપલાવી દીધું હતું. જે અંગે જાણ કરતાં દોડી આવેલી પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહોને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

યુવકે સુસાઈડ નોટમાં તેના પીએફની રકમ, શેર વેચીને જે પૈસા આવે તે દીકરીઓના નામે અનાથ આશ્રમમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને પોતાના ભાગે આવતી જમીન, મકાન, ગાડી પણ અનાથઆશ્રમમાં દાન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. તો પત્ની પ્રતાપપુરામાંથી જે સામાન લાવી હતી તે વસ્તુઓ ફીક્સ ડિપોઝિટના પૈસા તેના પિયરમાં આપી દેવા જણાવ્યું છે. આ ઉપરાંત, યુવકે સાસુ-સસરાને સંબોધીને બધુ પોતાની બંને દીકરીના નામે દાન કરવા લખ્યું છે.

મળતી માહિતી મુજબ યુવકે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘અમારા ત્રણેયના અંતિમ સંસ્કાર સાથે કરવા. મને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું ને મારી છોકરીઓને મારી પાસે આવતા રોકવામાં આવતી હતી. મારા વડીલોને વિનંતી છે કે, હવે જે થયું તે હવે મારી જનની માતાને અને પિતાને કોઈ કઈ કહેતાં નહીં અને ગુનેગાર ન માનતા અને મારા ભાઈને પણ.’