સાવધાન! ગુજરાતમાં કોરોના, મ્યુકરમાયકોસિસ બાદ હવે ત્રીજા રોગનું થયું છે આગમન જાણો શું છે તેના લક્ષણો

306
Published on: 5:26 am, Fri, 4 June 21

કોરોના કોરોના કોરોના! દોઢ વર્ષથી આખી દુનિયા કોરોના મહામારીથી ખુબ જ પરેશાન છે. ગુજરાતમાં બીજી લહેર ચાલતી હતી ત્યાં તો આવી ગયો હતો બ્લેક ફંગસનો રોગ. અને હવે પાછો કંઈક નવો જ રોગ આવ્યો છે, તો ચાલો આપણે જાણીએ તે રોગ અને તેના લક્ષણો વિશે. સુરતમાં 25 ટકા દદીઓમાં ન્યૂરોસાઈકિયાટ્રીક’ની તકલીફ જોવા મળી રહી છે.

સૌથી વધુ તકલીફ ઊંઘની, પોસ્ટ એકઝર્સનલ મેલેઝ, બેઈન ફોગ, પોસ્ટ ટ્રોમેટ્રીક સ્ટ્રેસ ડિસોર્ડર, એન્ઝાયટી કે ડિપ્રેશન જેવી માનસિક બીમારી સંબંધિત વિવિધ તારણ સામે તંત્રની ઊંઘ ઊડી છે. કોરોનાના સામાન્ય કે ગંભીર લક્ષણો ધરાવતા હોય તેવા બંને પ્રકારના દર્દીમાં ન્યૂરોસાઈકિયાટ્રીક તકલીફ એકસરખી જ જોવા મળે છે. આ બધી તકલીફો કોરોનામાંથી સાજા થયાના આશરે ત્રણથી ચાર માસ સુધી વધે છે.

ન્યૂરોસાઈકિયાટ્રીક’ના લક્ષણો

બ્રેઈન ફોગ કે મગજની મંદ કામગીરી
આમાં 20 ટકા લોકોની માનસિક ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો હતો. યાદશક્તિમાં તક્લીફ પડવી, ભૂલી જવું, ધ્યાન રાખવામાં કે એકાગ્રતામાં તકલીફ પડવી, સતત મૂંઝવણનો અનુભવ કરવો, વિચાર કે કાર્ય કરવામાં થાક અનુભવ થયો હતો. આ તકલીફને બ્રેઈન ફોગ કે મગજની કામગીરી મંદ પડવી કહેવાય છે.

સૌથી વધુ તકલીફ ઊંઘ
30થી 50 ટકા લોકોને મહિનાઓ સુધી ઊંઘની તકલીફ જોવા મળી. મોટાભાગના લોકોને મોડે સુધી ઊંઘ નહીં આવવી, અડધી રાત્રે વારંવાર જાગી જવું, વહેલી સવારે ઊંઘ ઉડી જવી, અડધી રાત્રે ઊંઘમાંથી જગ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થવો, ડરામણા સપના આવવા અને રાતભરમાં બેચેનીનો અનુભવ અભ્યાસ દરમિયાન દેખાયો હતો.

પોસ્ટ એક્ઝર્સનલ મેલેઝ અને પોસ્ટ ટ્રોમેટ્રીક સ્ટ્રેસ,ડિસઓર્ડર
આ તકલીફ 20થી 30 ટકા લોકોમાં જોવા મળી હતી. જેમાં કોવિડ દરમિયાન થયેલા અનુભવોની યાદ વારંવાર આવે છે. આ પ્રકારના અનુભવ લાંબા સમય સુધી તેના માનસપટ પર અસર કરી જાય છે, જેને લીધે સતત વિચારો સતાવે છે અને તે વ્યક્તિ ઉદાસ રહે છે. કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓમાં આ તકલીફ દેખાય છે. 25 ટકા લોકોમાં પોસ્ટ એક્ટર્સનલ મેલેજ અર્થાત સતત માનસિક કે શારીરિક થાક અને અશક્તિનો અનુભવ થવો, જેમાં સામાન્ય શ્રમ કર્યા પછી કે રોજિંદા જીવન દરમિયાન પણ ખૂબ શારીરિક અને માનસિક થાક લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…