દુષ્કર્મના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતાં રહે છે, પરંતુ કોઈ આ બાબતો પર ધ્યાન આપતાં નથી અને મહિલાઓને જીવવું મુશ્કેલ બનતું જાય છે. આવી જ એક ઘટના વિશે આજે આપણે આ સમાચારમાં જોશું. અમદાવાદમાં દીકરીઓ સલામત નથી. આ વાત તદ્દન સાચી છે જેનો પુરાવો શહેરમાં બનતી ઘટનાઓ આપી રહી છે.
અમદાવાદ શહેરમાં દરરોજ એક દીકરી દુષ્કર્મ અને છેડતીનો શિકાર બને છે. અમદાવાદમાં અવારનવાર દુષ્કર્મ અને શારીરિક અડપલાંનાં કિસ્સાઓ સામે આવતા રહે છે. અમદાવાદમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ વધતા દીકરીની સુરક્ષાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક એવી ઘટના બની છે.
જે ઘટનાએ સંબંધોને શર્મશાર કરી નાંખ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં એક નરાધમ માસાએ પોતાની જ ભાણીને હવશનો શિકાર બનાવતા આખા વિસ્તારમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે સગીરાની મોટી બહેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં સાળીની 15 વર્ષીય દિકરીને ઘરે કામ કરવા બોલાવી હતી. જોકે મદદ કરવા આવેલ ભાણીને નરાધમ માસાની હેવાનિયતનો ખ્યાન ન હતો. આ દરમિયાન સગા માસાએ બે વખત સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ.
જોકે સગીરા ઘરે પહોંચી ત્યારે તેના કપડા લોહી વાળા થઇ ગયા હતા. પોતાના ઘરે પહોંચતા જ ડરેલી સગીરાએ કપડા બાથરૂમમાં કાઢી નાંખ્યા હતા પરંતુ લોહીવાળા કપડા સગીરાની બહેન જોઇ ગઇ હતી. આ બધુ બન્યા બાદ મોટી બહેને તેને બધી પૂછતાછ કર્યા બાદ સગીરા સમગ્ર ઘટના જણાવી.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…