નવા વર્ષ પહેલા ખેડૂતોને મળશે ભેટ! ‘PM કિસાન સન્માન નિધિ’ યોજનાને લઈ મોદી સરકારે લીધો અગત્યનો નિર્ણય

474
Published on: 2:48 pm, Thu, 25 November 21

ડિસેમ્બરમાં ખેડૂતો માટે ભેટ
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ અને તેમની આવક સુધારવા માટે વાર્ષિક 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલે છે. અત્યાર સુધી પીએમ કિસાન સન્માન યોજનાના 9 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં આવી ગયા છે. હવે આગામી એટલે કે 10મા હપ્તાના પૈસા આવતા મહિને આવવાના છે.

વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર! આ ડીસેમ્બર મહિનો ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી 10મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવશે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 9 હપ્તા મોકલવામાં આવ્યા છે. 15 ડિસેમ્બર સુધીમાં સરકાર 10મા હપ્તાના પૈસા મોકલશે.

યોજનાનો હેતુ શું છે
આ યોજનાનો હેતુ દેશના ખેડૂતોની આવક વધારવાનો અને તેમને સીધી રીતે આર્થિક મદદ કરવાનો છે. આગામી હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને આગામી મહિનામાં ફરી એક સારા સમાચાર મળવાના છે. જો તમે પણ આ માટે અરજી કરી છે, તો તમે આ રીતે લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…