શ્રાવણ માસમાં જોઈતા હોય શિવજીના આશીર્વાદ તો ભૂલથી પણ શિવલિંગ પર ના ચઢાવો આ વસ્તુઓ, નહીંતર

336
Published on: 9:45 am, Tue, 10 August 21

શિવભક્તો આ મહિનામાં ભગવાન શંકરને રિઝવવા માટે તમામ પ્રયાસો કરે છે. કોરોના કાળમાં પણ લોકોના મનમાં આસ્થા અમર રહી છે. તો જો તમે મંદિર કે ઘરમાં શિવલિંગની પૂજા કરો છો તો આ વાતોનું ધ્યાન રાખો. હિંદુ ભાઇ-બહેનો માટે શિવશંભુના પવિત્ર શ્રાવણ માસ ખાસ હોય છે.

આ સમયે લોકો શિવજીની પૂજા, ઉપવાસ કરીને પુણ્ય મેળવતા હોય છે. મોટો ભાગના લોકોને ખબર જ હશે કે શિવજીના લિંગ પર શું વસ્તુ ચઢે અને શું નહીં. જો તમે પણ શિવજીના આશીર્વાદ ઇચ્છો છો તો શિવજીની પૂજા અર્ચના કરતી વખતે આ વાતોની જાણકારી તમને પણ હોવી જોઇએ.

કુમકુમને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે ભગવાન શિવ વૈરાગી છે આ કારણે ભગવાન શંકરને કુમકુમ ચડાવવામા આવતુ નથી. ભગવાન ભોળેનાથ અક્ષત: એટલે કે સંપૂર્ણ ચોખા અર્પણ કરવા જોઇએ. શાસ્ત્રોમાં લખવામાં આવ્યુ છે કે, તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ઘ છે જેને પૂજામાં ન લેવા જોઇએ.

તુલસી પવિત્ર માનવામાં આવે છે. તમામ પૂજાના જળ ચડાવતી વખતી તુલસી નાંખી, જળને પવિત્ર કરવામાં આવે છે. પણ શિવજીને જળ ચડાવતી વખતે કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ ટાળો. હળદરનો સંબંઘ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યની સાથે છે.

આ કારણે જ ભગવાન શિવની હળદરની પૂજા કરવામાં આવતી નથી. શિવજીને ચંદનનો લેપ કરવામાં આવે છે. કહેવાય છે કે તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલુ માનવામાં આવે છે, જેથી તેણે શંકર ભગવાનની પૂજામાં તલને અર્પિત કરવામાં આવતુ નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…