ઘરેથી બહાર જતી વખતે જો આ વસ્તુઓ દેખાઈ, તો સમજી જજો કે મળશે કંઈક સારા સમાચાર

250
Published on: 4:07 pm, Fri, 6 August 21

ભારત દેશના શાસ્ત્રો અને પુરાણોમાં ઘણી એવી વસ્તુ કહેવામાં આવી છે, જેમાંથી આપણે ખબર પણ નથી તો આજે આપણે આ લેખમાં એવું જાણીશું જે તમારા રોજીંદા જીવનમાં કામ આવશે. જ્યોતિષ વિજ્ઞાન વગેરે દ્વારા વ્યક્તિને તેના ભવિષ્યની જાણકારી આપવા માટે ઘણી રીતો આપવામાં આવી છે. વ્યક્તિના રોજિંદા જીવનમાં બનતા બનાવો પણ તેના જીવનના સંકેતો આપે છે.

આજે આપણે તે નિશાનીઓ વિશે વાત કરીશું, જેને શુભ માનવામાં આવે છે. લોકો આખા દિવસમાં ઘણી વખત ઘરની બહાર જતા હોય છે. પરંતુ કેટલીક વાર અતિ મહત્વના કામ માટે બહાર જવાનું થતું હોય છે. આવી સ્થિતિમાં, તે ઘરની બહાર નીકળતાંની સાથે જોવા મળેલી કેટલીક ચીજો જણાવે છે કે તે કામમાં તેને સફળતા મળશે કે નહીં. તમે ઘરની બહાર નીકળતાં જ સ્મશાનયાત્રા દેખાય અથવા તો પાણીથી ભરેલું વાસણ જોવું ખૂબ જ શુભ છે.

ઘણી વખત આપણું ધ્યાન આસપાસની વસ્તુઓ તરફ જતું નથી, પરંતુ જો આપણે ઘરની બહાર નીકળતાંની સાથે જ મંદિરની ઘંટડીઓ સાંભળીએ, તો તમને કાર્યમાં સફળતા મળવાની ખાતરી છે. જો બીમારી અથવા તો વગર કોઈ કારણે ઘરની બહાર જતી વખતે છીંક આવે તો પછી તેનું વિશેષ મહત્વ છે.

જો તમે કોઈ અગત્યના કામ માટે જઇ રહ્યા છો અને ઘરની બહાર નીકળતાની સાથે જ કબૂતર તમારા ઉપર ચરક કરે છે, તો તે ખૂબ જ શુભ છે. આવું થાય તો ધન લાભ થવાના ચાન્સ હોય છે.

શગુન શાસ્ત્ર મુજબ એક છીંક ખાવી અશુભ છે પરંતુ 2 કે તેથી વધુ છીંક આવવી શુભ છે.  તેવી જ રીતે ઘરેથી નીકળતી વખતે દૂધ જોવું પણ શુભ છે. જો તમે લગ્ન, મુસાફરી વગેરે જેવા કોઈ મહત્વના કે કોઈ શુભ કાર્ય માટે બહાર જાવ છો અને ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે છે, તો તે ખૂબ જ શુભ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…