શ્રાવણ માસ રહ્યા છો તો ફટાફટ બનાવો ટેસ્ટી સિંગદાણાની ફરાળી કઢી, આંગળા ચાટતા રહી જશો

321
Published on: 11:51 am, Sun, 15 August 21

મિત્રો, તમે બધા જાણો જ છો કે બધા લોકો શ્રાવણ માસ ખુબ જ શ્રધ્ધા પૂર્વક રહે છે, આ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી તે અતિપ્રસન્ન થાય છે. માટે શ્રાવણ માસ રહેતાં લોકો ફરાળી જમે છે. તો તમે બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા ખાઇને કંટાળી ગયા છો,

તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે.

જાણો ફરાળી કઢી બનવાની રીત અને સામગ્રી
– 1 કપ – સિંગદાણા
– 2 ગ્લાસ – છાશ
– 3-4 નંગ – લવિંગ, 1 નંગ – તજ
– 1 નંગ – તમાલપત્ર, 1 નંગ – સૂકુ લાલ મરચું
– 1 ચમચી – લીલાં સમારેલા મરચા
– 2 ચમચી – તેલ, 1/2 ચમચી – જીરું
– 1 ચમચી – લાલ મરચું
– 1/2 ચમચી – ધાણાજીરૂ
– 2 ચમચી -ખાંડ
– જરૂરિયાત મુજબ – લીમડો
– જરૂરિયાત મુજબ – કોથમીર
– સ્વાદાનુસાર – મીઠું

પહેલા સિંગદાણાને શેકી લો. અને તેના ફોતરા કાઢી લો. હવે તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે એક તપેલીમાં છાશ લો. તેમાં સિંગદાણાનો બધો ભૂક્કો મિક્સ કરી દો. ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં મરચા, જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર, આખું લાલ મરચું સાંતળો.

હવે તેમાં સિંગદાણાવાળી છાશ ઉમેરી લો. હવે તેમાં કોથમીર, લીમડો, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું મિક્સ કરો. તે બાદ છાશને બરાબર ઉકળવા દો. પરંતુ તેને સતત હલાવતા રહો, નહિ તો સિંગદાણા નીચે ચોંટી જશે. હવે તમે તમારી મરજી મુજબ કઢીને પાતળી કે ઘટ્ટ રાખી શકો છો. ત્યારબાદ તૈયાર થઈ જશે તમારી મસાલેદાર સિંગદાણાની કાઢી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…