જો તમારી સાથે થઈ રહ્યું છે આવું, તો ચેતી જજો તમને લાગ્યો છે કોઈકનો શ્રાપ

263
Published on: 3:33 pm, Sun, 28 March 21

આશિર્વાદ એક એવી ઉર્જા છે, જેનાથી બધા કામ સફળ થતાં હોય છે. નાનપણ થી આપણે સાંભળતા આવ્યા છે કે  શ્રાપ આપ્યો કે બદદુયાઓ આપી કે ગરીબ ની હાય ક્યારેય ખાલી ના જાય… એવું સાંભળતા હોઈએ છીએ. શુંશ્રાપ કે હાય ખરેખર લાગે છે? ઘણીવાર માણસો ગુસ્સા મા લડાઈ ઝગડો કરતા હોય ત્યારે શ્રાપ આપતા હોય ને કેતા હોય તારું આમ થઈ જશે ને તેમ થઈ જશે.

અને લગભગ દરેક વ્યક્તિ એવા સમય માંથી પસાર થયો જ હશે જ્યારે તેણે કોઈ ને હાય આપી હશે કે લીધી હશે. આવું ક્યારેક થઈ જતું હોય છે. પણ શું એ શ્રાપ કે હાય કે બદદુઆઓ પુરી થઈ જાય છે? જો પુરી થતી હોય તો એની પાછળનું શું કારણ છે કે કોઈ આવો શ્રાપ આપે એ ખરેખર લાગી જાય. જો ખરેખર શ્રાપ આપેને એ પ્રમાણે થાય તો એ માણસ કરતા પણ ઊંચા વ્યક્તિ કેવાય એ દેવતા ફરિસ્તા પુણ્યશાળી આત્મા કેવાય. આપણી આસપાસ ઘણા એવા કિસ્સા બને છે.

જેમાં આપણને દેખાય કે કોઈના શ્રાપ કામ કરતા હોય જેના લીધે જેતે વ્યક્તિને એનો પરિવાર હેરાન થતા હોય છે. નાના મોટા ઝઘડાઓ ને ભૂલી જઈએ તો પણ એવા ઘણા બધા કિસ્સાઓ સત્ય ઘટનાઓ ની હારમાળા ઓ છે જેમાં રીતસર દેખાય કે શ્રાપ ને હાય લાગેલી કામ કરતા હોય. અમુક શ્રાપિત જગ્યાઓ હોય છે જેમ કે રાજસ્થાન મા એક છે કુલધરા ગામ જૈસલમેર પાસે જ્યા એક જ રાતમા લોકો ત્યાંથી ચાલ્યા ગ્યાતા.

કહેવાય છે કે પાલીવાલ બ્રાહ્મણ શ્રાપ આપી ગયા હતા કે અહીં ફરીવાર કોઈ રહેણાક નહિ બને અને આજ સુધી ત્યાં કોઈ રહેતું નથી. એવી ઘણી હવેલીઓ છે જયાં શ્રાપ મળ્યા હોય પછી ત્યાં કોઈ રહેતું ના હોય. આજે એવી જ એક ઘટના અમે તમને જણાવીશું. જેમાં 400 વર્ષથી એ શ્રાપ લાગ્યો ને હવે એમાંથી મુક્તિ મળી છે. હવે બધું ઠીકઠાક થઈ ગયું છે. પણ શું 400 વર્ષ સુધી કોઈ શ્રાપ કામ કરતો હોય એનું દુઃખ વેઠતો હોય એ શક્ય છે? હા જ્યારે તમે એ ઇતિહાસ ને જોશો ને હકીકત ઉપર નજર નાખશો તો અનુભવાશે અને એક ફેક્ટ બહાર નીકળી આવે છે કે હા જે શ્રાપ અપાયેલો એ 400 વર્ષ સુધી કામ કરી ગયો.

જે એક મહિલાએ આપેલો જેમાંથી આજે 400 વર્ષ પછી આ પરિવાર ને મુક્તિ મળી. આ આખી ઘટના છે મૈસુર રાજઘરાના ની. દેશ આઝાદ થયો તે પહેલા ઘણા બધા રાજા રજવાડા હતા એમાંથી એક હતો મૈસુર રાજ પરિવાર. જ્યારે દેશ આઝાદ થયો પછી આ બધા રાજપરિવારો દેશ મા સામેલ થઈ ગયા. ઘણા ઘણી બધી શરતો સાથે દેશ મા જોડાયેલા. ઘણા એવી શરતો સાથે જોડાયેલા કે એમની સંપત્તિ એમની પાસે રહેશે મહેલ એમની પાસે રહેશે પણ બીજી બધી વાતો એમને ભારત સરકારની માનવી પડશે.

આને લઈને ઘણી બધી રિયાસતો ભારત મા ભળી. ઘણા બધા જાણતા હશે કે દશેરા નો ઉત્સવ દેશમા સૌથી વધુ ઘુમધામથી ક્યાંય ઉજવાતો હોય તો એ છે મૈસુર ના રાજપરિવાર નો ઉત્સવ સૌથી વધુ ફેમસ છે ને એનું કારણ એ છે કે દશેરા ના દિવસે  મૈસુર રાજઘરાના ના જે રાજા ને રાણી છે તે શાહી પોશાક મા રાજરાણી બની ને શાહી ઠાઠથી નીકળે છે જે સિલસિલો આજે પણ ચાલુ છે. અત્યારે જે મૈસુર ના રાજા છે એમની ઉંમર વધારે નથી લગભગ 24-25 વર્ષ હતી. આ રાજા  મૈસુર રાજપરિવાર ના 27 મા રાજા છે.

આમનું નામ છે યદુવીર ક્રિષ્નદત્ત વડીયાર. આ વડીયાર શાહી રાજઘરાના ના લોકો છે. છેલ્લા 400 થી વધુ વર્ષ થી મૈસુર પર વડીયાર પરિવાર નું વર્ચસ્વ રહ્યું છે. 27-5-2015 મા મૈસુર ના 27 મા રાજા બનેલા યદુવીર ક્રિષ્નદત્ત વડીયાર અમેરિકા મા ભણેલા ગણેલા યુવાન છે. આ એટલા માટે બન્યા કારણ કે જે આમની પહેલા ના રાજા હતા શ્રીકાંતદત્ત નરસિંહ વાડીયાર એમનું મૃત્યુ 2013 મા થયું હતું. એમના મૃત્યુ પછી એક ઇશ્યુ ઉભો થયો હતો કે એમના પછી કોને રાજા બનાવવામાં આવે.

શ્રીકાંતદત્ત વાડિયાર ને કોઈ સંતાન નહોતા. તો હવે કોને રાજા બનાવવા? તો શ્રીકાંતદત્ત વાડિયાર ની મોટી બહેન હતા જેમના દીકરા ને આમણે ને એમની પત્ની એ દત્તક લીધા હતા જે યદુવીર ક્રિષ્નદત્ત હતા. એટલે એ નવા રાજા બન્યા. રાજા બન્યા પછી એમના લગ્ન થયા. આ લગ્ન પછી જે કાંઈ થયું આ ઘટના ત્યાંથી જન્મી છે. 2015 મા યદુવીર રાજા બન્યા ને પછી એમના લગ્ન થયા ને થોડા વર્ષ પહેલા યદુવીર ના પત્નીએ  એક દીકરા ને જન્મ આપે છે.  મૈસુર શાહી વડિયાર પરિવાર ના રાજશાહી વંશ મા રાજા નો દીકરો પેદા થયો એ ચમત્કાર 400 વર્ષ પછી થયો છે. હા 400 વર્ષ. આ પહેલા રાજા ને કોઈ સંતાન થયું હોય એવું ઇસવીસન 1610 કે 12 ની આસપાસ બનેલું.

આજે આપણે 2021 મા છીએ. જે લગભગ 409 વર્ષ જેવું થાય. એટલે 409 વર્ષ પછી મૈસુર રાજપરિવાર મા એક દીકરાનો જન્મ થયો છે. હવે આમા બે સવાલ થાય એક તો 400 વર્ષ થી શાહી પરિવારમા રાજા ને કોઈ સંતાન નહોતું થતું તો 27 મા રાજા યદુવીર કેવીરીતે બની ગયા? એમના પહેલા બધા રાજા કોણ હતા. તમને પહેલા કહ્યું કે 1612 આસપાસ જે છેલ્લા રાજા ના દીકરા જન્મ્યા પછી જેટલા પણ રાજા બન્યા એ બધા દત્તક પુત્રો હતા. એટલે અલગ અલગ રાજાઓ એ અલગ અલગ સમયે પોતાના જ સગા સબંધીઓ ના કોઈ દીકરા ને દત્તક લીધા. કોઈને ભત્રીજા ને લીધા કોઈએ ભાણા ને દત્તક લીધા તો આવી રીતે પરિવારના જ કોઈને દત્તક પુત્ર તરીકે લીધા ને એમને રાજા ઘોષિત કરી દીધા.

પણ હવે 408 વર્ષ પછી પહેલી વાર એવું બન્યું છે કે રાજા ને ઘરે એક દીકરો એટલે રાજકુમારે જન્મ લીધો છે. અને આવનારા દિવસો મા એ રાજા બનશે ને 400 વર્ષ પછી એ ઇતિહાસ બનશે કે રાજા નું જ કોઈ સંતાન રાજા બન્યું. હવે બીજો સવાલ કે જે શ્રાપ ને હાય લાગવાની સ્ટોરી થી લેખ શરૂ કરેલો ને એક શાહી પરિવાર મા રાજા ને ઘરે દીકરો નથી જન્મ લેતો એનું એ શ્રાપ થી શુ લેવા દેવા ને એની હકીકત શું છે?

1610 ની આસપાસ નો સમય હતો ત્યારના મૈસુર ના રાજા એ નજીક ના રાજ્ય શ્રીરંગપટ્ટનમ પર હુમલો કર્યો. ઘણા સમય સુધી લડાઈ ચાલતી રહી. જેમા મૈસુર ના રાજા વડિયારની જીત થઈ એમણે શ્રીરંગમના રાજા તિરૂમાલારાજા ને હરાવી દીધા. તો જે હાર થઈ એ રાજા ને એમના પત્ની જેમનું નામ હતું અલામેલમ્મા. હાર્યા પછી શ્રીરંગમના રાજા પોતાની રાણીને લઈને તલક્કડ નામની જગ્યાએ જીવ બચાવી ને આવીને રહેવા લાગ્યા. પણ થોડા સમય પછી રાજાનું ત્યાં મૃત્યું થઈ ગયું.

હવે તેમની પત્ની અલામેલમ્મા એકલી થઈ ગઈ. પણ એમની પાસે મોટો ખજાનો હતો. જ્યારે લડાઈ મા હાર્યા હતા ત્યારે રાજા રાણી એ ખજાનો લઈને જ અહીં રહેવા આવ્યા હતા. એટલે એમણે નક્કી કર્યું કે પોતાની આંખો સામે ખજાનો લૂંટાઈ જતો જોવે એ પહેલા પોતાનો જીવ આપી દેશે. એમણે કાવેરી મા પડતું મૂકી ને પોતાનો જીવ આપ્યો. પણ જીવ આપતા પહેલા એમણે મૈસુરના સૈનિકો સામે શ્રાપ આપતા એક લાઇન કહી હતી કે તમારા શાહી પરિવાર મા કોઈ સંતાન જન્મ નઈ લે. તમારો વંશ ચલાવવા વાળો નઈ થાય ને તમારો વંશ આવી જ રીતે ખતમ થઈ જશે. આ એ શ્રાપ હતો. આ શ્રાપ આપ્યા પછી અલમેલ્લમ્મા નું મૃત્યુ થઈ ગયું. વાત મહેલ સુધી પહોંચી પણ કોઈએ એ વખતે ધ્યાન ના આપ્યું. ધીમે ધીમે સમય વીતતો ગયો ને રાજા વડિયાર નું મૃત્યુ થયું. રાજા વડિયાર ના સંતાન તો સત્તા પર આવ્યા પણ જ્યારે એના લગ્ન થયા પછી એમને કોઈ સંતાન ના થયું. હજુ સુધી પણ લોકો નું ધ્યાન ના ગયું. લોકો ને થયું બની શકે કોઈ વાર સંતાન ના જન્મે

પછી એના પછી બીજા રાજા આવ્યા અને એમને પણ સંતાન ના થયું અને ત્યાંથી પરંપરા શરૂ થઈ દત્તક લઈને રાજા બનાવવા મા આવે. હમણાં ના રાજા અમેરીકામા ભણીને આવ્યા છે. વર્ષ મા એક દિવસ એ રાજા જેવા ઠાઠ સાથે દશેરા ના દિવસે જોવા મળે છે. આમાં આવી રીતે શ્રાપ અને હાય લાગે તે હકીકત છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…