આ રાશિની સાસુ હોય તો યુવતીઓએ તે ઘરની વહુ બનતા પહેલા વિચારી લેવું જોઈએ, નહીંતર

212
Published on: 6:08 am, Thu, 13 May 21

પરણીને સાસરે આવતી કોડભરી કન્યા જ્યારે નવી નવી સાસરીયામાં આવે છે ત્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવા માટે સૌ પ્રથમ તો તેણે તેના સાસુનું દીલ જીતી લેવાનું હોય છે. ગમે તે છોકરીનું જોણ કરતાં પહેલા છોકરાં કરતાં તેની માં એટલે સાસુનો સ્વભાવ કેવો છે તે જોવામાં આવે છે, ઘરનો પાયો એટલે તેમાં વસતો પરિવાર તેમાંય ખાસ તો સાસુ અને વહુનો સંબંધ ખાટો-મીઠો હોય છે. આગળનો રસ્તો પછી સાફ હોય છે. કેટલાક ઘરોમાં સાસુ આવનારી વહુને ખુબજ પ્રેમથી આવકારે છે અને બંનેની જોડી ધરતી પર જ સ્વર્ગ રચી દે છે.

આ સંબંધ એટલા નાજુક હોય છે કે તેમને સમજવા ખુબજ અઘરા હોય છે. કેટલીક વાર જો સાસુ વહુ વચ્ચે શીત યુદ્ધ શરૂ થાય તો ઘરની શાંતિ ચાલી જાય છે. બંને વચ્ચે નાની નાની વાતોને લઈને ભ્રમણાઓ શરૂ થાય પછી તેમાંથી કોઈને સમજાવવી અશક્ય બની જાય છે. જો કે આ તમામ પાછળ રાશિનો પ્રભાવ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક રાશિની મહિલાઓને ક્યારેય એક બીજા સાથે નથી બનતું આથી આવી રાશિની મહિલાઓએ સાસુ વહુ થવું જોઈએ નહી. તો ચાલો આજે આપણે જાણીશું તે કઈ કઈ રાશિ છે.

કન્યા અને તુલા રાશિ
એક બીજાથી સારૂ કરવાની ભાવનાથી આ રાશિની મહિલાઓ હંમેશા એક બીજાને પાછળ રાખી દેવાની હોડમાં લાગેલી રહે છે. આ કારણે તેમનો પરિવાર પિસાય છે. આ બંને પ્રકારની રાશિની મહિલાઓ કામમાં ખુબજ પરફેક્ટ હોય છે. આવા લોકો એક જ છત નીચે આવીને વસે તો તેમની વચ્ચે કામને લઈને તકરાર થાય છે.

મેષ અને કુંભ રાશિ
આ બંને રાશિની જાતક ખુબજ જિદ્દી સ્વભાવની હોય છે. પોતાની વાત મનાવીને જ છુટકો. તેઓ માને છે કે દરેક વસ્તુઓ પોતાની મરજી મુજબ થવી જોઈએ. આ જ કારણ છે કે તેમણે ક્યારેય સાસુ વહુ થવુ જોઈએ નહી. કેમકે નમતુ ન જોખવાને કારણે તેમની વચ્ચે ટક્કર રહેશે.

મિથુન અને મકર રાશિ
મિથુન રાશિની મહિલાઓ ખુબજ ચંચળ હોય છે. મકર રાશિની મહિલાઓ ખુબજ શાંત હોય છે. જ્યારે આ બંને એક બીજા સાથે ટકરાય તો પરિવારનું આવી બને છે.

સિંહ અને વૃશ્ચિક રાશિ
આ રાશિની મહિલાઓ 12 રાશિઓમાંથી સૌથી વધારે આગેવાની ધરાવતો સ્વભાવ ધરાવતી હોય છે. આનો સીધો જ મતલબ છે કે એક મ્યાનમાં બે તલવારને રાખવી. ટંકણખાર મહિલાઓ હોવાથી તેમને એક બીજા સાથે બનતું નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…